નાના મવા રોડની પટેલ પેંડાવાલા દુકાનમાં ૨૬૦૦ કિલો વાસી મીઠા માવો–પેંડા મળ્યા, નાશ કરાયો

  • September 11, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના નાના મહત્પવા મેઇન રોડ પર આવેલી પટેલ પેંડા વાળાની દુકાનમાં ફડ બ્રાન્ચ દ્રારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા ત્યાંથી ૨૬૦૦ કિલો જેટલો વાસી મીઠો માવો અને વાસી પેંડાનો જથ્થો મળી આવ્યો હતો જેનો સ્થળ ઉપર જ નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી તદઉપરાંત ત્યાંથી સેમ્પલ લઇ તેમાં ભેળસેળ હતી કે કેમ તેની ચકાસણી માટે પુડલેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં તેમના માર્ગદર્શન હેઠળ ફડ સેટી ઓફિસર કે.જે.સરવૈયા, કે.એમ.રાઠોડ, આર.આર.પરમાર, સી.ડી.વાઘેલા તથા ફડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તુલસી પાર્ક–૨ કોર્નર, નાના મવા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ પટેલ પેંડાવાલાપેઢીની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહત્પ ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારની મીઠાઇ તથા ફરસાણનું ઉત્પાદન –સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડું હતું, પેઢીના કોલ્ડ મની તપાસ કરતાં તેમાં પેઢીમાં ઉત્પાદન કરેલ મીઠા માવાની પ્લાસ્ટિક પેકડ બેગનો જથ્થો તથા મીઠાઈનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળ્યો હતો. પ્લાસ્ટિક બેગમાં પેક કરેલ મીઠો માવાની બેગ પર ફડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ અન્વયેની વિગતો છાપેલ ન હોવાનું તેમજ ફંગસ ડેવલપ થયેલ માલૂમ પડું હતું. તદઉપરાંત કોલ્ડ મમાં સંગ્રહ કરેલ વાસી પડતર મીઠાઈ મળીને અંદાજીત ૨૬૦૦ કિલો જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફડ બિઝનેસ ઓપરેટરે સ્વીકારેલ હતું. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ ઉપર હાઇજિનિક કન્ડિશન જાળવવા, પેકિંગ કરેલ ખાધ્યચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે તેમજ ઉત્પાદક તરીકે ફડ લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ ઉપરથી કેસર શિખંડ, સંગમ બરફીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application