મહાપાલિકાના વોર્ડ નં.૧માં યોજનાકિય કેમ્પમાં ૨૫૪૮ અરજદારો ઉમટી પડ્યા

  • November 30, 2023 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧માં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પમાં કુલ ૨૫૪૮ લાભાર્થીઓ ઉમટી પડા હતા અને રાય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકાર દ્રારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનાં હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા એટલે છેવાડાના પ્રત્યેક માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડી તમને સશકત બનાવવાનો સંકલ્પ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૨૮ નવેમ્બરથી તા.૧૫ ડિસેમ્બર સુધી દરેક વોર્ડમાં બે જુદા જુદા ટ પર સવાર અને બપોર બાદ આ યાત્રા દ્રારા લોકોને માહિતગાર કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૨૯ના સવારે વોર્ડ નં.૧માં ડો.ઝાકીર હત્પસેન પ્રાથમિક શાળા, રૈયાધાર ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પનો શુભારભં ધારાસભ્ય ડો.દર્શિતા શાહના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. યારે બપોર બાદ વોર્ડ નં.૧ની શાળા નં.૮૯, રૈયાગામ ખાતે યોજવામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પનો શુભારભં મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં યોજાયેલા ઉપરોકત બંને યોજનાકીય કેમ્પમાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ ૧૫૬૬ લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. જેમાં વોર્ડ નં.૧, ડો.ઝાકીર હત્પસેન પ્રાથમિક શાળા, રૈયાધાર ખાતેના કેમ્પમાં ૧૫૬૬ લોકોને અને વોર્ડ નં.૧, શાળા નં.૮૯, રૈયાગામ ખાતેના કેમ્પમાં ૯૮૨ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રા થયો હતો.


આ કાર્યક્રમમાં સાંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસીપલ કમિશનર આનદં પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવભાઈ દવે, શહેર ભાજપ મંત્રી વિજયભાઈ પાડલીયા, બક્ષીપચં શહેર પ્રમુખ લલિતભાઈ વાડોલિયા, વોર્ડ નં.૧ના કોર્પેારેટર અલ્પેશભાઈ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ નં.૧ના પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ કાનાભાઈ સતવારા, મહામંત્રી નાગજીભાઈ વ, ગૌરવભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ હિતેશભાઈ મા, જયદીપસિંહ જાડેજા, મહિલા પ્રમુખ સેજલબેન ચૌધરી, શહેર મંત્રી દર્શન પંડા, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સહ–ઇન્ચાર્જ જે.પી.ધામેચા તથા રાજકોટ મહાપાલિકાના અધિકારી–કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


વોર્ડ નં.૧, ડો. ઝાકીર હત્પસેન પ્રાથમિક શાળા, રૈયાધાર ખાતે યાત્રા ટ ડો.ઝાકીર હત્પસેન પ્રાથમિક શાળા, રૈયાધાર વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ ૧૫૬૬ લાભાર્થીઓ હાજર રહેલ હતાં. વિવિધ યોજના વાઈઝ લાભ લીધેલ લાભાર્થી જોઈએ તો, આધારકાર્ડ–૬૧ પ્રધાનમંત્રી ઉવલા યોજના–૧૦, આવકનો દાખલો–૫૮, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના–૨૫૪, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિ યોજના–૨૩૪, હેલ્થ વેલનેસ કાર્ડ–૮૩૨, પી.એમ. ઇ–બસ સેવા–૫ એમ મળી આ કેમ્પમાં કુલ–૧૫૬૬ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલા હતો. યારે વોર્ડ નં.૧, શાળા નં.૮૯, રૈયા ગામ ખાતે યાત્રા ટ શાળા નં.૮૯, રૈયા ગામ વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ ૯૮૨ લાભાર્થીઓ હાજર રહેલ હતાં. વિવિધ યોજના વાઈઝ જોઈએ તો, આધારકાર્ડ–૫૫, પ્રધાનમંત્રી ઉવલા યોજના–૬., આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના–૧૦૪, હેલ્થ વેલનેસ કાર્ડ–૬૪૮, પી.એમ.સ્વનિધિ યોજના–૧૨૯ એમ મળી આ કેમ્પમાં કુલ–૯૮૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલા હતો. આમ, વોર્ડ નં.૧માં યોજનાકિય કેમ્પનો કુલ ૨૫૪૮ જેટલા લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application