તારક મહેતાના જેઠાલાલના ઘરે 25 લોકો હથિયારો લઇને પહોંચી ગયા!

  • March 03, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અમિતાભ, ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણી બાદ દિલીપ જોશીને ધમકી અંગે કોલ
  • દિલ્હીના એક કિશોરના નંબરનો ઉપયોગ કરી ભેજાબાજે પોલીસને દોડતી કરી



આજકાલે મહારાષ્ટ્રમાં કોઇ ટિક્કળખોરે નાગપુર અને મુંબઇ પોલીસની ઊંઘ હરામ કરી દીધી. છે. ફિલ્મ અને બિઝનેસની મોટી હસ્તીઓને ધમકી મળી રહી હોવાની અમે મુંબઇમાં 25 આતંકી ઘૂસ્યા હોવાનો ફોન કોલ કરી પોલીસને દોડતી કરી છે. અગાઉ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી બાદ હવે તારક મહેતાના જેઠા લાલ એટલે દિલીપ જોશીને પણ ધમકી મળી હોવાનો આ અજાણ્યા કોલરે ફોન કર્યો હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દોઢ દાયકાથી કોમિક ટાઇમિંગ અને દમદાર એક્ટિંગથી લોકોને હસાવનાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને ધમકી મળી છે. એક અજાણ્યા શખસે પોલીસને કોલ કરીને જણાવ્યું કે દિલીપ જોશીના ઘરને 25 હથિયારધારી લોકો ઘેરીને ઉભા છે. આ સાંભળતા જ નાગપુર પોલીસે મુંબઇ પોલીસને એલર્ટ કરી છે.
 
આ શખસનો કોલ 1 માર્ચે આવ્યો હતો. તેના એક દિવસ પહેલા એટલે કે 28 ફેબ્રુઆરીએ મુંબઇ પોલીસને બાતમી મળી હતી કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જો કે તપાસ બાદ એવું કંઇ મળી આવ્યું નહીં છતાં પોલીસે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, 1 માર્ચે નાગપુર કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ પોલીસને જણાવવામાં આવ્યું કે દિલીપ જોશીના ઘરની બહાર હથિયારો અને બંદૂકો સાથે 25 લોકો ઉભા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફોન કરનારે તેનું નામ કાટકે જણાવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે "કોલ કરનાર એ જ વ્યક્તિ હતો જેણે મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

આ પછી નાગપુર કંટ્રોલ રૂમે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને એલર્ટ કરી દીધું અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે તેણે કેટલાક લોકોને વાત કરતા સાંભળ્યા હતા કે આ 25 લોકો વિવિધ ગતિવિધિઓને અંજામ આપવા માટે મુંબઇ ઘૂસ્યા છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ નંબર કથિત રીતે એક છોકરાનો છે જે નવી દિલ્હીમાં સિમ કાર્ડ કંપનીમાં કામ કરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છોકરાને ખબર નહોતી કે તેના નંબરનો ઉપયોગ (સ્પૂફ) કરવામાં આવ્યો છે. કોઈએ એક ખાસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કૉલ કર્યો હતો. પોલીસ અસલી કોલરને શોધવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાગપુર પોલીસે મુંબઈ પોલીસને એલર્ટ કર્યા બાદ પોલીસ તરત જ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલા પર પહોંચી ગઈ હતી. જો કે, તપાસ હાથ ધરવામાં આવી હતી અને કંઈ મળ્યું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application