રાજકોટ મહાનગપાલિકાના કમિશનર આનદં પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્રારા વર્ષ ૨૦૨૩–૨૪ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત ૨૫ મિલકતોને સીલ તથા ૧૦ મિલકતોને ટાંચ–જી નોટીસ આપેલ તથા ૨ નળ કનેકશન કપાત રિકવરી રૂા.૪૪.૮૧ લાખ રિકવરી કરાઈ હતી. વોર્ડ નં.૩ કોઠી કમ્પાઉન્ડ રેલવે કવાર્ટરમાં નળ કનેકશન કપાત અને વોર્ડ નં.૭ હેડ પોસ્ટ ઓફિસ (મહાત્મા ગાંધી રોડ) ૨૮ લાખના બાકી માંગણા સામે નળ કનેકશન કપાત કરવામાં આવ્યું હતું.
લોહાણાપરા મેઈન રોડ પર આવેલ ભોલા આર્કેડ ગ્રાઉન્ડ લોર શોપ નં.૬, ૭, ૮, ૯ તથા ૧૦૯, ૧૧૦, ૧૧૧ અને ૧૦૪ને સીલ મારેલ. વોર્ડ નં.૫માં માર્કેટીંગ યાર્ડ પર આવેલ શોપ નં.૧૫ તથા ૧૦ બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ. વોર્ડ નં.૬માં શ્રી રણછોડનગર સામે શેરી નં.૫ ભીમા લુનાગરીયાના ૨ યુનિટ, સંતકબીર રોડ પર શ્રી રણછોડનગરમાં આર.એચ.પ્લાઝાના શોપ નં.૧, ૨ના ૨ યુનિટ સામે સીલ કાર્યવાહી થતાં વેરો ભરી અપાયો હતો. બેડીપરામાં શ્રમજીવી સોસાયટી શેરી નં.૪માં ૧ નળ કનેકશન કપાત કરતા રિકવરી રૂા.૬૦,૦૦૦ થઈ હતી. વિજય પ્લોટ શેરી નં.૩૦માં ૧–યુનિટ, દિવાનપરા મેઈન રોડ પર આનદં આર્કેડના શોપ નં.૫ના ૧ યુનિટ માં વેરા વસુલાત થઈ હતી. વિવેકાનદં રોડ પર આવેલ કનવેનશન સેન્ટર–૨૦૬એને સીલ મારેલ. ટાગોર રોડ પર આવેલ જસ્મીન બિલ્ડીંગ ગ્રાઉન્ડ લોરમાં આવેલ નોટીસ સામે રિકવરી રૂા.૧.૭૧ લાખ, કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક પી.જી. સરકારી કુમાર છાત્રાલય પાસેથી રૂા.૩૪.૯૫ લાખની રિકવરી થતા સીલ મારવાની કાર્યર્વાહી અટકાવાઈ હતી.આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરો દ્રારા આસી.કમિશ્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech