મોરબી અને ખંભાળિયામાં કરોડો રૂપિયાની નશીલી સીરપ પકડાયા બાદ રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે રાજકોટથી બાબરા જતી 2400 બોટલ સીરપ સાથે વેપારીને આટકોટ હાઈવે પાસેથી ઝડપી લીધો હતો.જેની પુછતાછમાં રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એજન્સીએથી સીરપ્નો આ જથ્થો લઇ તે બાબરા ખાતે આવેલા પોતાના મેડિકલ સ્ટોર પર લઇ જતો હોવાનું જણાવ્યું હતું.જોકે તેની પાસે બીલ ન હોય પોલીસે શક પડતી મિલકત તરીકે આ જથ્થો કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ.હિતેશભાઇ અગ્રાવત,વિજયભાઇ વેગડને મળેલી બાતમીના આધારે આટકોટ રાજકોટ હાઈવે ઉપર બળધોઈ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી જીજે 05 સીબી 5619 નંબરની કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 3,69,600ની કિમતની 2400 કોર્ડીન સીરપ મળી આવ્યા હતાં.
પોલીસે બાબરાના મેડીકલ એજન્સી સંચાલક અક્ષયભાઈ વિનુભાઈ ચૌહાણને અટકાયતમાં લઇ પુછતાછ કરતા આ સીરપ્નો જથ્થો રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી ક્રિસ્ટલ મેડીકલ એજન્સીમાંથી લાવ્યો હોવાની અને બાબરા પોતાના મેડિકલ સ્ટોર પર લઇ જતો હોવાની કબુલાત આપી હતી. જો કે તેની પાસે બીલ કે કોઈ પુરાવા ન હોય કાર સહીત 4,69,600નો મુદામાલ પોલીસે શક પડતી મિલકત તરીકે કબજે કરી સીરપ્ના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વીછિંયામાં ઝડપાયેલ કોર્ડીનનો જથ્થો પણ રાજકોટની એજન્સીમાંથી સપ્લાય થયો’તો
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે એક મહિના પૂર્વે વીંછિયાના મોઢુકા રોડ પાસેથી નશાકારક 840 બોટલ કોર્ડીન સીરપ્ના જથ્થા સાથે બોટદના શખસને ઝડપી લીધો હતો.જેમાં તપાસ દરમિયાન આ સીરપ્નો જથ્થો રાજકોટની ક્રિસ્ટલ એજન્સીમાંથી સપ્લાય થયો હોવાનું માલુમ પડયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech