રાજકોટમાં 24 કલાક પાણી મીટરનો પ્રોજેક્ટ નામંજૂર

  • June 18, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી દસ વર્ષ પૂર્વે શહેરીજનોને 24 કલાક પાણી મળશે તેવું સ્વપ્ન બતાવવામાં આવ્યું હતું તેમજ એવું જાહેર કરાયું હતું કે જે રીતે દરેક ઘરમાં પીજીવીસીએલના મીટર હોય છે તે રીતે મહાનગરપાલિકા પાણીના મીટર લગાવશે અને જેટલો વપરાશ કરશો તેટલું દર મહિને બિલ આવશે. રાજકોટમાં દરરોજ માંડ પૂરી 20 મિનિટ પાણી મળે છે ત્યારે 24 કલાક અને જ્યારે જોઈએ તેટલું પાણી મળશે તેવું સાંભળીને જ રાજકોટવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. આવું જાહેર કયર્િ બાદ 150 ફુટ રીંગરોડ ઉપરના ચંદ્રેશનગર વિસ્તારમાં પાઈલોટ પ્રોજેક્ટ માટેની કામગીરી શ કરી 2018માં ત્યાં આગળ ઘરે ઘરે મીટર ફીટ કરવામાં આવ્યા હતા અને દર મહિને વપરાશ મુજબ ઝીરો રકમના ટોકન બિલ બનાવવામાં આવતા હતા. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં હવે વોર્ડ નં.8ના ચંદ્રેશનગર ઉપરાંત વોર્ડ નં.11 અને 13માં પણ પાણીના મીટર ફીટ કરવા તેમજ તેના ઓપરેશન, મેન્ટેનન્સ, રીડીંગ અને બિલીંગના કામનો કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત કરાઈ હતી. પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ આ દરખાસ્ત નામંજૂર કરી હોવાનું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ જાહેર કર્યું હતું.

વિશેષમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગનાએજન્ડામાં ક્રમાંક નં.3 અને પત્ર નં.654થી એવા મતલબની દરખાસ્ત રજૂ કરાઈ હતી કે શહેરના વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ)માં ચંદ્રેશનગર હેડ વર્કસ આધારિત વિસ્તારોમાં હાઉસ હોલ્ડ અને બલ્ક ફ્લો મીટરના ઓપરેશન તેમજ મેન્ટેનન્સ તથા રીડીંગ અને બિલીંગના કામો માટે કોન્ટ્રાકટ્ર એજન્સીને ા.58.76 લાખમાં કોન્ટ્રાક્ટ આપવાનો હતો. આ દરખાસ્તનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરતા  તેમજ હાલ સુધીમાં તે પેટે થયેલા ખર્ચની વિગતો ચકાસતા 2018થી આજ દિવસ સુધીનો કુલ ખર્ચ ા.9.44 કરોડ થયો છે! અને આ ખર્ચ ફકત એક વિસ્તારનો છે તે જોતા સમગ્ર શહેરમાં ઘરે ઘરે મીટર ફીટ કરાઈ તો કેટલો ખર્ચ થાય તે રકમ કલ્પ્નાતિત છે અને વાસ્તવિક રીતે 24 કલાક પાણી વિતરણ કરવું પણ શક્ય નથી કારણ કે હજુ સુધી તેટલી સ્ટોરેજ કેપેસિટી ડેવલપ થઈ નથી. તેમજ વરસાદ ઓછો આવે અથવા ન આવે તેવા સંજોગોમાં 24 કલાક પાણી વિતરણની વ્યવસ્થા જાળવવી ભારે મુશ્કેલ બની જાય આથી આ પાઈલોટ પ્રોજેક્ટ હવે સમગ્ર શહેરમાં અમલી બનાવવાનું શક્ય જણાતું નથી તેથી ઉપરોકત દરખાસ્ત નામંજૂર કરવા કમિટીએ નિર્ણય કર્યો છે.

વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રેશનગર વિસ્તારમાં વર્ષ 2018માં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ઘરે ઘરે મીટર ફીટ કરવામાં આવ્યા હતા અને તેમાં કુલ 14,000 નંગ મીટર ઈન્સ્ટોલ કરાયા હતા. ત્યારે તેનો ખર્ચ ા.5.95 કરોડ થયો હતો. ત્યારબાદ દર મહિને મેઈન્ટેનન્સનો ખર્ચ 4.86 લાખ થયો હતો. આ મુજબ દર વર્ષે મેઈન્ટેનન્સનો કુલ ખર્ચ 58.32 લાખ થયો હતો. 2018થી હાલ 2024 સુધીના છ વર્ષનો મેઈન્ટેનન્સ ખર્ચ 3.49 કરોડ થયો છે. આ મુજબ કુલ ખર્ચ 9.44 કરોડ જેટલો થયો હતો. આ ફકત એક વિસ્તારમાં મીટર ઈન્સ્ટોલેશન કયર્િ બાદ તેના મેઈન્ટેનન્સનો ખર્ચ છે જો સમગ્ર શહેરમાં મીટર ફીટ કરાઈ તો તેનો ખર્ચ અને મેઈન્ટેનન્સનો ખર્ચ કરોડો પિયાનો થાય આથી ઉપરોકત દરખાસ્ત મંજૂર કરવાની સાથે આ પ્રોજેક્ટ આગળ ધપાવવાનું માંડી વાળવામાં આવ્યું છે.


પીજીવીસીએલના સ્માર્ટ મીટર જેવો ભારે હોબાળો થવાની ભીતિ હતી
રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગમાં પાણી વિતરણ ઉપર મીટર મૂકવાનો પ્રોજેક્ટ નામંજૂર કરવામાં આવ્યો તેનું કારણ એ છે કે હાલમાં જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલના સ્માર્ટ મીટર સામે હોબાળો થયો છે તેવો જ હોબાળો રાજકોટમાં પાણીના મીટર મામલે થાય તેવી ભીતિ હતી. ખર્ચ તો પરવડે તેમ જ ન હતો પરંતુ કદાચ ખર્ચની જોગવાઈ થઈ જાય તો પણ લોકરોષનો સામનો કરવો પડે આથી આ પ્રોજેક્ટ નામંજૂર કરાયો હોવાની ચચર્િ જોવા મળી હતી.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application