હીટ વેવ અને ગરમીના કારણે ગઈકાલે દેશભરમાં ૨૨૭ લોકોના મોત થયા છે. તેમાંથી સૌથી વધુ ૧૬૪ મોત યુપીમાં થયા છે. જયારે બિહારમાં પણ ૬૦ લોકોના મોત થયા છે. ઔરંગાબાદ જિલ્લામાં ૨૦ મોત થયા છે. પહેલું મોત દિલ્હીમાં થયું છે. મૃત્યુ પામેલા મજૂરને ૧૦૭ ડિગ્રી તાવ હતો. હરિયાણામાં પણ બે મોત થયા છે.
યુપીમાં સૌથી વધુ ૭૨ મોત વારાણસી અને આસપાસના જિલ્લાઓમાં થયા છે. યારે બુંદેલખડં અને કાનપુર ડિવિઝનમાં ૪૭ લોકોના મોત થયા છે. તેમાં મહોબામાં ૧૪, હમીરપુરમાં ૧૩, બાંદામાં પાંચ, કાનપુરમાં ચાર, ચિત્રકૂટમાં બે, ફર્ખાબાદ, જાલૌન અને હરદોઈમાં એક–એક મૃત્યુનો સમાવેશ થાય છે. આ સિવાય પ્રયાગરાજમાં ૧૧, કૌશામ્બીમાં ૯, ઝાંસીમાં ૬, આંબેડકર નગરમાં ૪, ગાઝિયાબાદમાં એક શિશુ સહિત ચાર, ગોરખપુર અને આગ્રામાં ત્રણ, પ્રતાપગઢ, રામપુર, લખીમપુર, શાહજહાંપુર અને પીલીભીતમાં એક–એકના મોત થયા છે.
પંજાબના ફરીદકોટ અને રાજસ્થાનના શ્રીગંગાનગર દેશમાં સૌથી ગરમ રહ્યા હતા. અહીં મહત્તમ તાપમાન ૪૮.૩ ડિગ્રી હતું. યુપીના બુલંદશહરમાં તાપમાન ૪૮ ડિગ્રી હતું. જયારે નવી દિલ્હીમાં પારો ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ અને નોઈડામાં ૪૭.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
દેશમાં ૪૧ સ્થળોએ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ હતું. રાજસ્થાનના પિલાનીમાં તાપમાન ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ, સાંગરિયા, હનુમાનગઢમાં ૪૭.૨ ડિગ્રી, ચુમાં ૪૭ ડિગ્રી અને ફલોદીમાં ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ હતું. બિકાનેરમાં ૪૬.૮ ડિગ્રી, જેસલમેરમાં ૪૬.૧ ડિગ્રી, અલવરમાં ૪૬ ડિગ્રી, ધોલપુરમાં ૪૫.૯ ડિગ્રી, જયપુરમાં ૪૫.૩ ડિગ્રી અને કોટામાં ૪૪.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો નોંધાયો હતો. પંજાબ અને હરિયાણાની સંયુકત રાજધાની ચંદીગઢમાં મહત્તમ તાપમાન ૪૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech