સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમા શૈક્ષણિક સ્ટાફની ૪૪% તો બિનશૈક્ષણિક સ્ટાફના વર્ગ–૪ના ૮૦%, વર્ગ–૩ના ૭૭% અને વર્ગ–૨ની ૪૨% ખાલી જગ્યાઓની ભરતી તેમજ કલાસ ૧ જેવી પાયાના પથ્થર સમાન જગ્યાઓ રજીસ્ટાર, પરીક્ષા નિયામક, ચીફ એકાઉન્ટ ઓફિસર, નાયબ કુલસચિવ, ગ્રંથપાલ જેવી જગ્યાઓ છેલ્લ ા ઘણા સમયથી ખાલી છે ત્યારે કોંગ્રેસના વિધાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે ગઈકાલે આ ગંભીર મુદે ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને લડાયક ધારાસભ્ય જીેશ મેવાણી મારફત રાયના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને તમામ આધારપ પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી.
આ રજૂઆતમા તેઓએ જણાવ્યુ હતુ કે એક સમયે શૈક્ષિણિક બાબતોમાં સૌરાષ્ટ્ર્રનુ દય ગણાતી રાજકોટ સ્થિત વર્ષેા જૂની યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ૩૦૦થી વધુ એકરમા પથરાયેલ આ વિશાળ કેમ્પસમા અલગ અલગ ભવનોમા અને તેને સલ કોલેજોમા અંદાજે ૩ લાખ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને લાખો વિધાર્થીઓએ અહી અભ્યાસ કરી ખૂબ ટોચના સ્થાને પહોચ્યા છે. એક સમય હતો કે આ યુનિવર્સિટી એ ગ્રેડ ધરાવતી હતી અને કેમ્પસના અમુક ભવનોનુ શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ એટલુ પ્રખ્યાત હતુ કે કેમ્પસના ભવનોમા અભ્યાસ માટે પડાપડી થતી અને બીજી તરફ હાલની પરીસ્થિતિએ મોટાભાગના ભવનોમા સીટો સાવ ખાલીખમ પડી રહે છે તો અમુક રિસર્ચ ભવનોમા તાળા લાગ્યા છે. વારંવાર પેપરલીક થવા,ભરતીઓમાં ગોટાળાઓ,વહીવટી ભ્રષ્ટ્રાચારો,પ્રવેશમા– પરીક્ષાઓ– પરિણામોમા છાછવારે છબરડાઓ,વિવાદો, આંતરિક ગંદૂ રાજકારણ જેવી બાબતોના લીધે છેલ્લ ા ૬–૭ વર્ષમાં આ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની છબી એટલી હદે ખરડાઈ છે અને વહિવટી બાબતોમાં હાલત એટલી કથળેલી છે કે નેકનો ગ્રેડ તો નીચે ગગડો જ છે પણ શરમજનક બાબત એ છે અહીથી અભ્યાસ કરી વિધાર્થી ડિગ્રી મેળવીને અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવાતા સમયે વિધાર્થીઓને અનેક જાતના મેણા–ટોણા સાંભળવા પડે છે કા તો સૌ.યુની. નામ વાંચી પ્રવેશ ફોર્મ જ સાઈડમા મૂકી દેવાના દુ:ખદ કિસ્સાઓ સામે આવે છે. આખી યુનિવર્સિટી હંગામી ધોરણે ચાલતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને આવનારા થોડા સમયમાં જ અનેક અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે ભવિષ્યમાં વહિવટી રીતે શુ અવદશા ઉદ્રવશે તે ચિંતાનો વિષય છે!
કોઇપણ શૈક્ષણિક સંસ્થામા બિનશૈક્ષણિક સ્ટાફએ વહીવટી રીતે પાયાની જરિયાત હોય છે ત્યારે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં વહિવટી વિભાગોમા અને તમામ ભવનોમાં વર્ગ–૪ની કુલ ૫૮ મહેકમની સામે માત્ર ૧૨ ભરાયેલ છે અને ૪૬ જેટલી જગ્યાઓ ખાલી છે એટલે ૮૦% જગ્યાઓ ખાલી છે. વર્ગ –૩ ની કુલ ૧૧૭ મહેકમની સામે ૨૭ ભરાયેલ છે અને ૯૦ જેટલી જગ્યાઓ ખાલી છે એટલે ૭૭% જગ્યાઓ ખાલી છે. વર્ગ–૨ ની કુલ ૩૧ મહેકમની સામે ૧૮ ભરાયેલ છે અને ૧૩ જગ્યાઓ ખાલી છે એટલે ૪૨% જગ્યાઓ ખાલી છે. આમ યુની.ના તમામ વહિવટી વિભાગોમાં હંગામી કર્મચારીઓથી વર્ષેાથી ગાડુ ગબડાવાય રહ્યુ છે. પરીક્ષા વિભાગ જેવા અતિ સવેંદેશીલ ગણાતા વિભાગમા મોટાભાગના કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ છે ત્યારે ભૂતકાળમાં પણ અનેક ગેરપ્રવૃત્તિઓમા સંડોવાયેલ હંગામી કર્મચારીઓ પર કડક કાર્યાવહી થઈ શકી નથી અને ગેરપ્રવર્તીઓને પ્રોત્સાહન મળે છે જેના કારણે અવારનવાર પરીક્ષાઓ અને પરિણામોમા છબરડાઓ થયા કરે છે અને તાજેતરમા જ એક કોન્ટ્રાકટ બેઝ કર્મચારી રંગે હાથે લાંચ લેતા પણ ઝડપાયો છે.કાયમી કર્મચારીઓની ભરતી કરવાની સરકારમાંથી મંજૂરીઓ મળવા છતા સતાધિસોની અણઆવડતને કારણે ભરતી પૂર્ણ કરી શકયા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech