Viral video : યુવતીના બેગ માંથી નીકળ્યા 22 દુર્લભ પ્રજાતિના સાપ અને કાચીંડા, એરપોર્ટ સ્ટાફમાં નાસભાગ

  • April 30, 2023 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મલેશિયાથી  ચેન્નાઈ પહોંચેલી મહિલા મુસાફરની બેગમાંથી વિવિધ પ્રજાતિના 22 સાપ મળી આવ્યા હતા. આ સાપને મહિલાની બેગમાં પ્લાસ્ટિકના અનેક પારદર્શક કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા. સમગ્ર કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ચેન્નાઈ એરપોર્ટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં સીઆઈએસએફના જવાનો મહિલાની બેગમાંથી સાવધાનીપૂર્વક સાપ કાઢતા દેખાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાને કુઆલાલંપુરથી તેના આગમન પર કસ્ટમ વિભાગ દ્વારા તપાસ માટે અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના સામાનમાંથી એક કાચંડો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

ચેન્નાઈ કસ્ટમ્સ અનુસાર, 28 એપ્રિલે ફ્લાઇટ નંબર AK 13 દ્વારા કુઆલાલંપુરથી આવેલી એક મહિલા પેસેન્જરને અટકાવવામાં આવી હતી. તેના સામાનની તપાસ કરતાં બેગમાંથી વિવિધ પ્રજાતિના 22 સાપ અને એક કાચંડો મળી આવ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સાપ અને કાચંડો જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application