ગુજરાત સરકાર દ્રારા વહીવટી સુધારણા અને લોકાભિમુખ વહીવટ માટે ચિંતન શિબિર યોજવામાં આવતી હોય છે. રાય કક્ષાની ૧૧મી ચિંતન શિબિર આગામી તારીખ ૨૧ થી ૨૩ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા ખાતે યોજવામાં આવનાર છે અને તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તેમના મંત્રીમંડળના તમામ ૧૭ મિનિસટરો, રાયના મુખ્ય સચિવથી માંડી અધિક મુખ્ય સચિવ, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓ સહિતના ૧૯૭ ઓફિસરો તેમાં ભાગ લેશે.
આ ચિંતન શિબિરનો એજન્ડા સેટ કરી દેવામાં આવ્યો છે. ત્રણ દિવસની આ શિબિરમાં ગુજરાતમાં રોજગારીની તકો વધારવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકનું પ્રમાણ વધારવા, ટુરિઝમ ડેવલપમેન્ટમાં જિલ્લા અને સ્થાનિક પ્રશાસનની ભૂમિકા અને સરકારી યોજનાઓના લાભાર્થીઓની બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા આ સંદર્ભે તમામ અધિકારીઓને એક પરિપત્ર મોકલીને તમે આ ચારમાંથી કયા વિષયમાં ભાગ લેવા માંગો છો ?તેની પૂછપરછ શ કરી દેવામાં આવી છે.
ચિંતન શિબિરમાં સહભાગી થનાર તમામને 'ધ સેવન સ્પીરીચયુઅલ લો ઓફ સકસેસ' પુસ્તક આપવામાં આવનાર છે. હાજર રહેનાર અધિકારી આવા પુસ્તકની હાર્ડ કોપી મેળવવા માંગે છે કે કિંડલ એડિસન ? તેની પણ આગોતરી જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
આ ચિંતન શિબિરમાં રાયના વહીવટી તંત્રને વધુ ચેતનવંતું કરવા માટે ટોચના અધિકારીઓ સાથે તેમના અનુભવો, સફળતાઓ, સારા કામો, સારા પ્રોજેકટ, પ્રોજેકટમાં પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ માટેના પગલાંઓ વગેરેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજનારી શિબિરમાં
(અનુ. સાતમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech