21 વર્ષ પહેલાં આજના દિવસે સર્જાયો હતો ગોધરાકાંડ, જ્યારે ટ્રેનમાં સળગી ગયા હતા 59 લોકો

  • February 27, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશ દુનિયામાં હાહાકાર મચાવનાર ગોધરાકાંડને આજે 21 વર્ષ વીતી ગયા છે, પરંતુ ત્યાર પછી ફાટી નીકળેલા તોફાનોના અસરગ્રસ્ત લોકોના ઘા આજ સુધી રૂઝાયા નથી.


21 વર્ષ પહેલા 2002માં આજના દિવસે ગોધરાની ઘટના બની હતી. 27 ફેબ્રુઆરીનો દિવસ એક દુ:ખદ ઘટના સાથે ઇતિહાસના પાનામાં નોંધાયો. આ દિવસે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપવામાં આવી હતી. અયોધ્યામાં કાર સેવા કરીને ગોધરા સ્ટેશન આવેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની એક બોગીને ઉશ્કેરાયેલા ટોળાએ આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 લોકોના મોત થયા હતા, જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.


અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ટ્રેન ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર પહોંચી. ટ્રેન રવાના થવાની હતી કે તરત જ કોઈએ ચેન ખેંચીને ટ્રેનને રોકી અને પછી પથ્થરમારો કર્યા બાદ ટ્રેનના એક કોચને આગ ચાંપી દીધી. એસ-6 કોચમાં આગ લાગવાની ઘટનામાં 59 લોકોના મોત થયા હતા.


ગોધરાની ઘટનામાં 1500 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને જનતાને શાંતિ જાળવવાની અપીલ કરવી પડી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર રમખાણોમાં 1200 લોકોના મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application