અમેરિકામાં શિયાળુ વાવાઝોડાથી ૨૦૦૦ ફલાઈટ રદ કરવી પડી

  • January 13, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં શિયાળુ વાવાઝોડાને કારણે ૧૨ રાયોમાં વીજળી ગુલ થતાં વિવિધ એરલાઇન્સે ૨,૦૦૦ થી વધુ લાઇટસ રદ કરી દીધી હતી. લાઇટ–ટ્રેકિંગ વેબસાઇટ લાઈટઅવેરના જણાવ્યા અનુસાર અનુસાર શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યા સુધીમાં કુલ ૨,૦૫૮ લાઈટસ રદ કરવામાં આવી હતી અને ૫,૮૪૬ લાઈટસ મોડી પડી હતી.
સાઉથવેસ્ટ એરલાઇન્સ ૪૦૧ લાઇટસ સાથે રદ કરવામાં આવેલી યાદીમાં આગળ છે, ત્યારબાદ સ્કાયવેસ્ટ ૩૫૮ પર છે. ડેલ્ટા એર લાઈન્સે જણાવ્યું હતું કે, અમે આજે મધ્યપશ્ચિમના હવામાનને કારણે અને સંભવિત આવતીકાલે આ પ્રદેશમાં શિયાળાનાવાવાઝોડાને કારણે કેટલાક ઓપરેશનલ પડકારોની અપેક્ષા રાખીએ છીએ.
સાઉથવેસ્ટ એરલાઈન્સે ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે શિકાગો, ડેટ્રોઈટ અને ઓમાહામાં તેની કેટલીક લાઈટસ પ્રભાવિત થઈ શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ ગુવારે ચેતવણી આપી હતી કે વાદળો, બરફ અને પવન બળના કારણે અમુક એરપોર્ટ પર લાઈટસ મોડી થઈ શકે છે.
યુનાઇટેડ એરલાઇન્સ દ્રારા અત્યાર સુધીમાં ૨૮૪ લાઇટસ રદ કરવામાં આવી છે, કેટલીક રદ શનિવાર સુધી લંબાવવામાં આવી છે કારણ કે તે બોઈંગના ૭૩૭ મેકસ ૯ જેટનું સંચાલન ફરી શ કરવા માટે નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
કેરિયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે અન્ય એરક્રાટ પ્રકારો પર સ્વિચ કરીને કેટલીક આયોજિત લાઇટસનું સંચાલન કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application