કુવાડવા રોડ પર મોડી રાત્રીના બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ઇકો કારને અટકાવી તલાશી તેમાંથી ૨૦૦ કિલો ગૌમાંશ મળી આવ્યું હતું જેથી પોલીસે ઇકો ચાલક વાંકાનેરના શખસની ધરપકડ કરી તેની સામે પશુ સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેશભાઇ જોગડાએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાંકાનેરના કુંભારપરા મતવા મસ્જિદ પાસે રહેતા શાહખ મહેબુબભાઇ શાહમદાર(ઉ.વ ૨૧) નું નામ આપ્યૂં છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ તા.૨૭૧૧ ફરજ પર હતા દરમિયાન ગૌરક્ષક મયુરભાઇ મુકેશભાઇ દેસાઇ દ્રારા જાણ કરવામાં આવી હતી કે,જુના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે નેશનલ હાઇવે પરથી ઇકોમાં ગૌમાંશ લઇ જવામાં આવ્યું રહ્યું છે.આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં કુવાડવા રોડ પર વોચ ગોઠવી હતી.
દરમિયાન સાડા સાત વાગ્યા આસપાસ અહીંથી ઇકો કાર ન.ં જીજે ૩૬ એએલ ૩૦૫૨ પસાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે આ ઇકો કારને અટકાવી હતી.બાદમાં તેમાં તપાસ કરતા સીટ પર એક શખસ બેઠો હોય જેનું નામ શાહખ હોવાનું તેણે જણાવ્યું હતું.ઇકો કારની ડેકીમાં માંસ હોય જે બાબતે પુછતા આ શખસ યોગ્ય ઉત્તર આપી શકયો ન હતો.જેથી પોલીસે પંચનામુ કરી આ માંસનુ સેમ્પલ પૃથ્થકરણ માટે રાજકોટની એફએસએલ કચેરીમાં મોકલ્યું હતું.જેનો રિપોર્ટ આવી જતા અને આ માંસ ગૌમાંશ હોવાનું માલુમ પડયું હતું.જેથી પોલીસે .૧૦ હજારની કિંમતનું ૨૦૦ કિલો ગૌમાંશ અને ઇકો કાર સહિત .૫.૧૦ લાખનો મુદામાલ કબજે કરી ઇકોચાલક શાહખ શાહમદાર સામે પ સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ અંગે વધુ તપાસ પીએસઆઇ વી.એન.કાલોત્રા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech