લાલપુર-કેશીયામાં મહિલાઓ સહિત ૧૯ જુગારીની અટકાયત

  • September 01, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર થાંભલા પાસે મકાનમાં દરોડો : કુલ ૭૧ હજારનો મુદામાલ કબ્જે

લાલપુરના ચાર થાંભલા પાસે એક મકાનમાં ચાલતા જુગારધામમાંથી મહિલાઓ સહિતના ૧૦ જુગારીને કુલ ૬૦ હજારના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી, લાલપુરની પોસટ ઓફીસ નજીક જાહેરમાં એક શખ્સ વર્લીનો જુગાર રમતા ઝપટમાં આવ્યો હતો અને જોડીયાના કેશીયા સીમમાં ૮ પત્તાપ્રેમી પોલીસના પાંજરે પુરાયા હતા.
લાલપુરના ચાર થાંભલા પાસે રહેતા નટવર પટેલ નામનો શખ્સ પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવીને તિનપતીનો જુગાર રમાડે છે એવી હકીકત આધારે લાલપુર પોલીસે દરોડો પાડીને જુગાર રમતા નટવર મુળજી વાછાણી, ચાર થાંભલા પાસે રહેતા વાસુલ નટવર વાછાણી, વિરોજા પ્લોટમાં રહેતી નિકીતાબેન જયદીપ અબલાણી, ગાયત્રી સોસાયટીની ચેતનાબેન જીજ્ઞેશ મેઘનાથી, હંસાબેન વસંત ગોસ્વામી, આરતીબેન બળવંત કમલાણી, નયનાબેન નરોતમ વાછાણી, હવેલી શેરીમાં રહેતી જયશ્રીબેન પ્રફુલ રાબડીયા, ભગત પ્લોટમાં રહેતી દક્ષાબેન રમેશ અઘેરા, ચાર થાંભલા પાસે રહેતી રોશનીબેન વાસુલ વાછાણીની અટકાયત કરી રોકડ ૩૦૪૩૦, ગંજીપતા, ૬ મોબાઇલ મળી કુલ ૬૦૪૩૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં લાલપુરના ગોવાણા ગામ પીપળાવાળી સીમમાં રહેતા પ્રવિણ સામત પીપરોતર નામના શખ્સને પોસ્ટ ઓફીસ પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૯૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે દબોચી લીધો હતો.
આ ઉપરાંત જોડીયાના કેશીયા ગામની દાઢીયાળી સીમમાં બંધારા પાસે બાવળની ઝાડીમાં તિનપતીનો જુગાર રમતા કેશીયા ગામના મિથુનપરી પરસોતમપરી ગોસ્વામી, રમેશ નાથા ચિરોડીયા, હકા ગાંડુ સુવારીયા, સંજય મોતી વઘારીયા, સલીમ જુસબ સેડાત, રાણા બિજલ ચિરોડીયા, મેરા સીંધા મુંધવા અને બાદનપરના જીજ્ઞેશ મંગા ઝાપડા નામના શખ્સોને સ્થાનીક પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૦૨૧૦ અને બે ટોર્ચલાઇટ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application