ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના મોરાડીયા ગામની પોસ્ટ ઓફિસમાંથી .૧૯.૨૫ લાખની ઉચાપત કરવાનાના ગુનામાં બે માસથી નાસતા ફરતા આરોપી પોસ્ટ માસ્તરને સુત્રાપાડા પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગતોનુસાર સુત્રાપાડાના મોરડીયા ગામની પોસ્ટ ઓફીસની બ્રાન્ચમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા કેયુરભાઇ દિલીપભાઇ સોસા ફરજ બજાવતા હતા. તેઓના ફરજના કાર્યકાળ દરમ્યાન અનેક ખાતેદારોએ પોતાના બચત ખાતામાં જમા કરાવવા સમયાંતરે .૧૯.૨૫ લાખ જેવી રકમ આપેલ તે ખાતેદારોના ખાતામાં જમા ન કરવાની સાથે પોસ્ટ ઓફીસના હીસાબમાં પણ બતાવી ન હતી. આ રકમનો પોતાના અંગત કામમાં ઉપયોગમાં લઈ ખાતેદારોને બનાવટી પાસબુકો આપી તેમાં એન્ટ્રી કરી આપેલ તેમજ ખાતેદારોની જાણ બહાર બનાવટી સહીઓ કરી ખાતેદારોના ખાતામાંથી નાણાનો ઉપાડ કરી લઈ ઉચાપાત કરી હોવાનું બેએક માસ પહેલા સામે આવ્યુ હતુ.
ત્યારે ગ્રામજનોની ફરીયાદના આધારે પોસ્ટ માસ્ટર કેયુર સોસા સામે ઉચાપત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધતા આરોપી ફરાર થઈ જતા શોધખોળ ચાલી રહી હતી. દરમ્યાન મળેલ બાતમીના આધારે પીઆઈ એમ.જી.પટેલની સુચનાથી ડીસ્ટાફના દિપક અખીયા, પ્રદિપભાઈ સહિતના સ્ટાફે આરોપી પોસ્ટ માસ્ટર કેયુર સોસાને તેના કોડીનારના કાજ ગામે આવેલ ઘરેથી ઝડપી લીધો હતો. હાલ તેણે રકમનું શું કર્યુ અને ખાતી સહીઓ, પાસબુકો કઈ રીતે બનાવી તેની હક્કીત જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech