તા. ૧૧/૩/૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિકનો ૧૮૧ પર કોલ આવેલ અને જણાવેલ કે અહીંયા એક નાની ઉંમરની દિકરી અમારા વિસ્તારમાં ત્રણ કલાકથી બેઠી હોય છે અને તેમનું નામ અને સરનામું કશું જણાવતી ન હોય ફક્ત એટલું જણાવતી હોય કે તેઓ અમદાવાદથી આવેલી હોય છે તેથી મદદની જર છે.
કોલ આવતાની સાથે જ ૧૮૧ની ટીમના કાઉન્સેલર રીના દિહોરા, કોન્સ્ટેબલ ઈલાબા ઝાલા, પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચેલ અને કિશોરીનનું કુશળ કાઉન્સિલિંગ દ્વારા નામ સરનામું ઉંમર વગેરે જાણવાની કોશિષ કરેલ પરંતુ કિશોરીએ તેમનું નામ સરનામું જણાવેલ ન હોય અને હું અમદાવાદથી મારા ભાઈ સાથે અહીંયા જામનગર આવેલ હોય અને મારો ભાઈ મને મારી નાખવાની ધમકી આપતો હોય તેથી હું મારા ભાઈને છોડીને અલગ વિસ્તારમાં આવી પહોંચી છું
ત્યારબાદ ૧૮૧ ટિમ દ્વારા સુજબુજ વાપરીને કિશોરીને જણાવેલ કે તારા ભાઈનો મોબાઈલ નંબર જણાવ કિશોરીએ સાત મોબાઈલ નંબર આપેલ હોય પરંતુ તે બધા નંબર બંધ આવતા હોય કે ઉપયોગમાં ન હોય તેવા નંબર આપેલા હોય ત્યારબાદ અમો દ્વારા કિશોરીને જણાવેલ કે અમદાવાદના કયા એરિયામાં તમારું રહેઠાણ છે તો કિશોરીએ ગભરાતા જવાબ આપેલ કે હું મારા એરિયાનું નામ નહીં આપું. ત્યારબાદ અમોને કિશોરી પર એવી શંકા ગઈ કે તેઓ કંઈ છુપાવી રહ્યા છે તેથી કિશોરીને જણાવેલ કે તું અને તારા ભાઈ જામનગરના કયા એરિયામાંથી અલગ પડેલ હોય તે એરિયાનું નામ જણાવ ત્યારે યુવતીએ જામનગરના અલગ અલગ પાંચ સરનામાં આપેલ હોય અને તે પાંચેય સરનામા વ્યવસ્થિત જણાવેલ હોય ત્યારે અમોને તેવું માલુમ પડેલ યુવતી જામનગરની જ હોય છે તેથી તે પાંચેય સરનામા પર કિશોરી ને લઈ ગયેલ પરંતુ કિશોરીના ભાઈ મળ્યા ન હોય ત્યાર બાદ કિશોરીને શાંતિથી બેસાડીને સમજાવેલ કે તું તારી સાથે જે પણ બન્યું હોય તે સાથે સાચું જણાવ અમો તારા માતા-પિતાને કે કોઈને જણાવશો નહીં.
અને જો તારે ઘરે નહીં જવું હોય તો અમે તને સંસ્થામાં આશ્રય માટે લઈ જઈશું પરંતુ તું તારું સાચું સરનામું જણાવ ત્યારબાદ ત્રણ કલાકના સમયગાળા પછી કિશોરીએ તેમની સાચી હકીકત અને સાચું સરનામું જણાવેલ હોય અને ત્યારબાદ તે સરનામા પર ગયેલ અને કિશોરીનું ઘર મળેલ હોય અને ત્યાં જઈને તેમના માતા પિતા સાથે કાઉન્સેલિંગ કરેલ અને કિશોરીની મોટી બહેનને જણાવેલ કે કે મારી નાની બહેન દવા લેવાના બહાને પોતાના ઘરની બહાર નીકળી ગયેલ હોય અને આ વાતની જાણ મારા માતા-પિતાને ન હોય અને કિશોરીએ જણાવેલ હું મારા પ્રેમીને મળવા ગયેલ હોય પરંતુ તેઓ મને ગાડીમાં બેસાડીને અજાણ્યા વિસ્તારમાં મૂકીને જતા રહ્યા હોય તેથી હું ભૂલી પડેલ હોય ત્યારબાદ કિશોરી એ તેમના માતા પિતાની સામે તેમની ભૂલની માફી માંગેલ હોય અને હવે તેઓ ફરી વખત ઘરની બહાર નહીં નીકળે તેવું કહ્યું હતું.
૧૮૧ ટીમ દ્વારા યુવતીના માતા પિતાને કાયદાકીય માહિતી આપેલ અને જણાવેલ કે હવેથી તેઓ કિશોરી પાસેથી મોબાઇલ લઈ લેવા જણાવેલ અને કિશોરીને જણાવેલ કે હવેથી કોઈ અજાણ્યા પુરુષ સાથે વાતચીત નહીં કર અને પોતાના અભ્યાસમાં ધ્યાન દે આવી રીતે ૧૮૧ ટીમ દ્વારા સતત ત્રણ કલાકના પ્રયાસ બાદ આખરે કિશોરીના માતા પિતા સાથે મિલન કરાવેલ અને કિશોરીના માતા પિતાએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech