રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં ગરમીથી ૧૮ના મોત

  • May 25, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમીથી હાહાકાર મચી ઉઠો છે. ગરમીના કારણે બપોરે તો ઠીક રાત્રે પણ ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે ગરમીથી રાયમાં ટપોટપ લોકોના મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે એક જ દિવસમાં રાયના ૪ મોટા શહેરમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ૧૮ લોકોના ગરમીના કારણે મોત થઈ ગયા છે. લૂ લાગવા, બેભાન થવા તથા વોમિટિંગના કેસ પણ વધી રહ્યા છે. રાજયમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્રારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત રાયનાં મહાનગરોની હોસ્પિટલોએ હીટવેવનો ભોગ બનેલ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. યાં દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાયમાં આગામી ૫ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૨૪ કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે. અમદાવાદ, ગાંધીનગર ૪૬ ડિગ્રી સૌથી વધી તાપમાન રહ્યું છે. દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર હિટવેવ વધુ રહેશે. વડોદરા અને છોટા ઉદેપુર હિટવેવ રહેશે. ૧૦૦ વર્ષમાં વર્ષ ૨૦૧૬માં ૨૦ મે અમદાવાદનું ૪૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું.વર્ષ ૨૦૧૬ બાદ શહેરમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં ૪૬.૬ ડિગ્રી નોંધાઇ હતી. રાયના મોટાભાગના જિલ્લામાં ૪૫ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય ૨૦ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે.

વડોદરામાં ૯ વ્યકિતઓના મોત
વડોદરામાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતા હિટસ્ટ્રોકના કેસો વધી રહ્યા છે. એક જ દિવસમાં ૯ જેટલા લોકોના ગરમીના કારણે મોત નિપયા હતા. જેમાં એક હેડ કોન્સ્ટેબલનું પણ મોત થયું હતું. તો માંજલપુરમાં વૃદ્ધ ઘરમાં જ ઢળી પડા હતા. આકરી ગરમીનાં કારણે રોનાલ્ડ રોય,દિલીપ કાકરે, નવીન વસાવા, શાંતાબેન મકવાણા, પીટર સેમ્યુઅલ સહિતનાનુ મૃત્યું થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આરોગ્ય વિભાગ દ્રારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ હતી.


અમદાવાદમાં બે લોકોના મોત
અમદાવાદમાં ગરમીના કારણે આ ઉનાળામાં પહેલીવાર ૨ લોકોના મોત નિપયા છે. હિટસ્ટ્રોકના કારણે બે દર્દીઓને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યાં ૩૫ અને ૫૫ વર્ષના દર્દીમાંથી એકના શરીરનું તાપમાન ૧૦૪ ડિગ્રી તો બીજા શરીરનું તાપમાન ૧૦૫ ડિગ્રી હતું. જોકે સારવાર દરમિયાન બંનેના મોત નિપયા હતા. અમદાવાદ સિવિલ સહિત રાયનાં મહાનગરોની હોસ્પિટલોએ હીટવેવનો ભોગ બનેલ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. યાં દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.


સુરતમાં ૬ વ્યકિતઓના મોત
સુરતમાં આકરી ગરમીની અસર વર્તાઈ રહી છે. ત્યારે સુરતમાં હીટવેવથી શહેરમાં ૯ થી વધુનાં મોત થયા હતા. છેલ્લા ૪૮ કલાકમાં ગરમીથી ૧૯ લોકોનાં મોત થયા હતા. તમામ મૃતકો ૩૬ થી ૪૮ વર્ષની વયનાં હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આ તમામ લોકોનાં ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા હતા. આશ્રય વિહોણાં ૧૪૬ થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે. તેમજ ફટપાથ પર રહેતા લોકો હીટવેવનો શિકાર ન બને તે માટે કામગીરી કરાઈ છે.

રાજકોટમાં હીટસ્ટ્રોકથી એકનું મોત

છેલ્લા અઠવાડિયાથી આભમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે. આ ભીષણ ગરમી વચ્ચે રાજકોટના છેવાડાના વિસ્તાર એવા રામવન પાસે ૬૦ વર્ષના વૃદ્ધનું લુ લાગી જવાથી મોત થયાનું જાણવા મળ્યું છે. બનાવવાની જાણ થતા આજીડેમ પોલીસના સ્ટાફે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી. પોલીસે વૃદ્ધની ઓળખ મેળવવા માટે તેના વાલીવારસની શોધખોળ શ કરી છે. પ્રાથમિક દ્રષ્ટ્રિએ લુ લાગી જવાથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application