18 બોયફ્રેન્ડ, 1 પતિ અને 2 કરોડથી વધુની છેતરપિંડી... આખરે મહિલા ઝડપાઈ!

  • April 09, 2023 10:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ એક પરિણીત મહિલાની કહાની છે, જેની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે મોડલ આ મહિલાએ લક્ઝરી લાઈફ જીવવા માટે 20 જેટલા પુરુષો સાથે છેતરપિંડી કરી હતી. જોકે હવે તે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. પોલીસે તેના વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મામલો ચીનનો છે.


સાઉથ ચાઈનાના એક અહેવાલ મુજબ, શાંઘાઈ પોલીસે તાજેતરમાં 29 વર્ષની એક મહિલાની ધરપકડ કરી છે. તે પુરૂષો સાથે પ્રેમ સંબંધો બાંધતી, પછી તેમની પાસેથી પૈસા પડાવી લેતી અને પછી રફૂચકકર થઈ જતી. વુએ 2017 થી એક ડઝનથી વધુ પુરુષોને ફસાવ્યા છે.


એવું નોંધવામાં આવ્યું હતું કે વુ એક સમયે 18 પુરુષોને ડેટ કરી રહી હતી. કેટલાકને તેણે લગ્નનું બહાનું પણ આપ્યું હતું. તે પુરુષોને પોતાના પ્રેમની જાળમાં ફસાવવા માટે અલગ-અલગ યુક્તિઓ અપનાવતી હતી. જ્યારે લોકો તેના ચુંગાલમાં ફસાઈ જતા ત્યારે તે પૈસાની માંગણી કરતી હતી. ઘણા લોકોએ તેને લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા. જ્યારે કેટલાકે તેને લોન લઈને પૈસા પણ આપ્યા હતા. વુએ કુલ રૂ. 2 કરોડ 38 લાખની ઉચાપત કરી હતી.


ચીટર વૂ ક્યારેક તેના પિતાના કેન્સરની સારવારના નામે તો ક્યારેક ભાઈના લગ્નના નામે પૈસા વસૂલતી હતી. તેણીએ તેના પુરૂષ મિત્રો પાસેથી પોતાના માટે ફ્લેટ ખરીદવા અને વિવિધ બીલ ચૂકવવા માટે પૈસા ઉઘરાવ્યા હતા.

વુએ 2014માં ઝેંગ નામની વ્યક્તિ સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર છે. પરંતુ તેણીએ આ વાત તેના કોઈ પુરુષ મિત્રને કહી ન હતી. પરંતુ કેટલાક લોકોને તેના પર શંકા હતી. તેઓએ વુ પાસેથી પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપવા લાગ્યા હતા. તેથી તેણે  નવા લોકો પાસેથી પૈસા લઈને જૂનાને આપવાનું શરૂ કર્યું. આ રીતે તેની છેતરપિંડીઓની યાદી લાંબી થતી રહી.


હાલમાં શાંઘાઈ પોલીસે વુની તેના ઘરેથી ધરપકડ કરી છે. કડક પુછપરછમાં તેણે પોતાનો ગુનો કબુલ્યો હતો. હાલ તેની સામે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં કોર્ટ તેને સજા સંભળાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application