કાલથી ઉમેદવારી પત્રકો ભરવાનું શરૂ થશે: તા. 1ર ના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિઘ્ધ થશે: ઉમેદવારો તા. 19 સુધી ફોર્મ ભરી શકશે: તા. ર0 ના રોજ ઉમેદવારી પત્રની ચકાસણી અને તા. રર એપ્રિલ સુધીમાં નામાંકન પત્ર પાછા ખેંચી શકાશે: તા. 7 ના મે ના રોજ મતદાન અને તા. 4 જુનના રોજ હરિયા કોલેજ ખાતે થશે મત ગણતરી
સમગ્ર રાજ્યમાં ર6 બેઠકો માટે આગામી તા. 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મત ગણતરી પણ તા. 4 જુનના રોજ થશે તેવું જાહેર કરી દેવામાં આવ્યું છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા જોરશોરથી આરંભી દેવાઇ છે, ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક કરી દેવામાં આવી છે તેઓ સોમવારથી ચાર્જ લઇ લેશે ત્યારે આવતીકાલ તા. 1ર ના રોજ 1ર જામનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારો પત્રક ભરી શકશે અને આ માટે જિલ્લાના પાંચ કેન્દ્રોમાં 1પ17 બેલેટ યુનિટ અને 1681 વીવીપેટ મશીનો ગોઠવવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા એવી જાહેરાત કરાઇ છે કે તા. 1ર થી જામનગરમાં પણ ઉમેદવારો ફોર્મ ભરી શકશે, જે તા. 19 એપ્રિલ સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે, તા. ર0 ના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી અને તા. રર ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે.
જાણવા મળતી માહિતી પ્રમાણે જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યા, નોડલ અધિકારી વિમલ ગઢવી, મદદનીશ ચૂંટણી અધિકારી જીલ પટેલ સહિતના અધિકારીઓ સતત પ્રક્રિયા કરી રહ્યા છે, 76-કાલાવડ વિધાનસભા માટે ર81 બુથના ડીસ્પેજ રીસીવીંગ સેન્ટર હરધ્રોલ હાઇસ્કૂલ ધ્રોલ જેમાં 3પ1 બેલેટ અને કંટ્રોલ યુનિટ તથા 379 વીવીપેટ મશીનો મુકાશે.
77-જામનગર ગ્રામ્યની બેઠકમાં ર70 બુથ માટે ઇન્દીરા માર્ગ પર આવેલા વિશા ઓશવાળ વિદ્યાલય ખાતે 337 બેલેટ અને કંટ્રોલ યુનિટ તેમજ 364 વીવીપેટ મશીનો મુકાશે, 78-જામનગર ઉત્તરના રર9 બુથ માટે ડીકેવી કોલેજ ખાતે રીસીવીંગ સેન્ટર અપાયું છે અને જેમાં ર86 બેલેટ કંટ્રોલ યુનિટ અને 309 વીવીપેટ મશીનો તેમજ 79-જામનગર દક્ષિણના 197 બુથ માટે પ્રભુલાલ સંઘરાજ સ્કૂલ સાત રસ્તા પાસે રીસીવીંગ સેન્ટર અને ર46 બેલેટ તેમજ 36પ વીવીપેટ મશીનો મુકાશે.
આ ઉપરાંત 80 જામજોધપુર બેઠક માટે ર68 બુથ રહેશે, જેમાં લાલપુરમાં આવેલા વિવેકાનંદ સ્કૂલ ખાતેના ડીસ્પેચીંગ રીસીવીંગ સેન્ટર ખાતે 337 બેલેટ યુનિટ તથા 364 વીવીપેટ મશીનો મુકવામાં આવશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ઘ્યાનમાં લઇને લગભગ 386 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જો કે અતિ સંવેદનશીલ મતદારો નથી કરાયા, પરંતુ પૂરતો પોલીસ સ્ટાફ પણ ચૂંટણી દરમ્યાન મુકવામાં આવશે, તેમ જાણવા મળે છે, તા. 6 જુનના રોજ ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂરી કરવા માટેની જાહેરાત પણ ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોખીરા બસસ્ટેશન સામે મકાનોમાં પાણી ઘૂસે નહી તે માટે તંત્ર આગોત આયોજન કરે
May 09, 2025 02:37 PMજૂનાગઢ ગેસ અગ્નિકાંડ જેવી ઘટના પોરબંદરમાં પણ ઘટે તેવી દહેશત
May 09, 2025 02:36 PMપાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પોરબંદરમાં પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ
May 09, 2025 02:35 PMબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech