કુંભારવાડામાં જુદી જુદી શેરીઓમાં જુગાર રમતા ૧૬ શખસો ઝડપાયા

  • April 14, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કુંભારવાડાની જુદી જુદી શેરીઓમાં જુગાર રમતા કુલ ૧૬ શખસોને પોલીસે ઝડપી લઈને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાત, ચાર અને પાંચ શખસો ટોળે વળીને હારજીતનો જુગાર માંડીને બેઠા હતા. પ્રથમ બનાવમાં કુંભારવાડા શેરી નં. ૧માં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત શખસો ઝડપાયા હતા, જેમાં પરેશ ભુરાભાઈ બારૈયા, પ્રકાશ હીરાભાઈ વેગડ, મેરૂ કાળુભાઈ બારૈયા, મહેશ ઉર્ફેમયો હનુભાઈ બારૈયા, અજીત મનજીભાઈ કાનાણી મનસુખ તળશીભાઈ બારૈયા અને ઘનશ્યામ પરસોત્તમભાઈ મેમરિયાને રોકડ રકમ રૂપિયા ૧૧૩૧૦ સાથે ઝડપી લેવાયા હતા.
જ્યારે બીજા બનાવમાં કુંભારવાડામાં શેરી નં. ૧૧ ખુલ્લી જગ્યામા જુગાર રમતા રાકેશ ઉર્ફે ભાદુ કિશોરભાઈ સોલંકી, મનોજ ઉર્ફે ગગો દિલીપભાઈ કાંબડ, રોહીત ઉર્ફ ભાલી રાજુભાઈ રાઠોડ અને વિપુલ ઉર્ફે મેન્ડીસ પ્રતાયભાઈ ગોહિલને રોકડ રૂપિયા ૪૬૪૦ સાથે ઝડપી લેવાયા હતા.
આ ઉપરાંત કુંભારવાડામાં જ શેરી નં. ૧૦માં જુગાર રમી રહેલા ૧૨૧૦૦ની રોકડ સાથે સુનિલ ભાનુભાઈ વેગડ, કાના કાવાભાઈ વાઘેલા, પરેશ ઉર્ફે ડોંગલ અશોકભાઈ વેગડ, વિજય વિઠ્ઠલભાઈ વેગડ અને સાગર ભાનુભાઈ વેગડને રંગે હાથ ઝડપી લેવાયા હતા, તમામ ૧૬ શખસોની સામે બોરતળાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application