ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન હથિયારધારી પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ ઓર્ડર આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં છ પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં નિશાંત વિષ્ણુદાસ હરિયાણી, ઋતુરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, કેતન વિરજીભાઈ પરમાર, વિજયકુમાર છોટાલાલ પરમાર, કિશોરકુમાર સથવારા અને વિપુલસિંહ માનસિંહ ડોડિયાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઇને પીઆઇનું પ્રમોશન મળ્યું તેમના નામનું લિસ્ટ નીચે મુજબ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના ૨૭ ફોજદારને આ બઢતીનો લાભ મળ્યો
રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બીન હથિયારી ધારી ૧૫૯ પીએસઆઇને પીઆઇ તરીકની બઢતીના હંગામી ધોરણે ઓર્ડર કરવામાં આવ્યા છે.જેમાંં સૌરાષ્ટ્ર-કચ્છના ૨૭ ફોજદારને આ બઢતીનો લાભ મળ્યો છે.જે હુકમો થયા છે તેમાં સૌરાષ્ટ્રમાંથી જામનગર જિલ્લાના આર.કે. ગોસાઇ, જુનાગઢના વાય.બી.રાણા,જામગનરના પી.જી.પનારા,જુનાગઢના એસ.આઇ.સુમરા,એમ.વી.રાઠોડ,ભાવનગરના ડી.વી.ડાંગર,જુનાગઢના એ.પી.ડોડીયા, દેવભૂમિ દ્વારકાના ટી.ડી.ચુડાસમા,એ.એલ.બારસીયા,એમ.ડી.મકવાણા, જુનાગઢના એમ.જે.પરમાર,જામનગરના આર.એચ.બાર,સુરેન્દ્રનગરના એચ.જી.ગોહિલ,ભાવનગરના સી.એચ.મકવાણા,મોરબીના વી.એન.પરમાર,ભાવનગરના પી.બી.જેબલીયા,જુનાગઢના એ.ડી.વાળા,આર.પી.વણઝારા,પોરબંદરના પી.ડી.જાદવ અને અને અમરેલીના બી.એમ.નાંદવાનો સમાવેશ થાય છે.
ફોજદારમાંથી પીઆઇ તરીકેના આ પ્રમોશનમાં રાજકોટ શહેર અને જિલ્લાના ૭ પીએસઆઇનો લાભ મળ્યો છે.જેમાં રાજકોટ શહરેમાં એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઇ એન.વી.હરિયાણી તથા રાજકોટ જિલ્લામાં આર.એ.જાડેજા,કે.વી.પરમાર,વી.સી.પરમાર,કે.સી.સથવારા,વી.એમ.ડોડીયાને પ્રમોશનનો લાભ મળ્યો હતો.
આ રહ્યું તમામ પીએસઆઇનું પીઆઇ તરીકે પ્રમોશન મળ્યું તેનું લિસ્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech