ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા દત્તક લેવાયેલા ૧૫૫ બાળકોને સતત દસમાં મહિને પોષણક્ષમ કીટ અપાઇ

  • November 09, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ૭૯ -દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા દત્તક લેવાયેલા ૧૫૫ બાળકોને સતત દસમાં મહિને પોષણક્ષમ કીટ અપાઇ

વર્તમાન ઋતુમાં બદલાવ થતાં તબીબોની સલાહ મુજબ પોષણક્ષમ કીટમાં ફેરફાર કરીને બાળકોને કીટનું વિતરણ કરાયું


જામનગર ના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અતિ મહત્વના કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત જામનગર શહેરના અતી કુપોષિત બાળકોને પોષીત કરવાના અભિયાન ને આગળ ધપાવવાના ભાગરૂપે પોતાના જન્મદિન નિમિત્તે શહેરના આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા ૨૫૧ અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જે પૈકીના ૨૩૦ બાળકોને પોષિત બનાવવામાં મહત્વની સફળતા સાંપડી હતી. એટલુંજ માત્ર નહીં, તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વધુ ૧૩૪ અતિ કુપોષિત બાળકોને દતક લીધા હતા, અને કુલ ૧૫૫ બાળકોની સાર સંભાળ ની જવાબદારી સ્વીકારી હતી.

જે  અતિ કુપોષિત બાળકોને આજે સતત દસમા મહિને પણ પોષણક્ષમ કિટ આપવામાં આવી હતી. હાલ વર્તમાન સંજોગોમાં ઋતુમાં બદલાવ આવ્યો છે, ત્યારે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા તબીબોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને તેઓની સલાહ મુજબ કીટમાં ફેરફાર કરીને શિયાળાની ઋતુને અનુરૂપ ચીજ વસ્તુઓનો ઉમેરો કરીને નવી કીટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું છે, અને બાળકોને  પોષિત કરવા માટેના અભિયાનને વધુ વેગવંતુ બનાવાયું છે.
 ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ઘેર ઘેર જઈ પ્રતિ મહિને પોષણક્ષમ કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને ઓક્ટોબર માસ સુધી સતત ૧૦માં મહિને પ્રત્યેક બાળકોની જાતેજ સાર સંભાળ રાખવામાં આવી રહી છે, અને તેઓની વ્યક્તિગત મુલાકાત અને પોષણક્ષમ કીટ વગેરેનું વિતરણ કર્યા પછી, અને બાળકોના વાલીઓ સાથે પરામર્શ કર્યા પછી અતિ કુપોષિત બાળકોને પોષિત બનાવવામાટે ના પ્રયાસો થઈ રહ્યા છે, જેને સફળતા સાંપડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application