14 વર્ષ ચાલ્યું રીસર્ચ, “ચા રસિયાઓ માટે ખુશ ખબર અને ચા ન પીનારાઓને થઇ રહ્યું છે નુકશાન !”

  • June 09, 2023 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચા એક એવું પીણું છે જેને ભારતમાં રાષ્ટ્રીય પીણું તરીકે ગણવામાં આવે છે. જોકે, અત્યારે સત્તાવાર રીતે એવું નથી, પરંતુ દેશના ઘર ઘરમાં સવાર-સાંજ ચા ચોક્કસ બને છે. ઘરમાં મહેમાનો આવે ત્યારે પણ સૌ પ્રથમ તેમનું સ્વાગત ચાથી કરવામાં આવે છે. સાંજના સમયે તમે ચોકડીઓ પર જશો તો ખબર પડશે કે અડધું શહેર ત્યાં ચા પીવા ભેગું થયું છે. 

અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ ચા પર એક સંશોધન કર્યું, જે મુજબ, ચા પીનારા લોકો દરરોજ ચા ન પીતા લોકો કરતા વધુ જીવે છે. આ સંશોધન એક કે બે લોકો પર નહીં પરંતુ યુનાઇટેડ કિંગડમના પાંચ લાખથી વધુ લોકો પર કરવામાં આવ્યું હતું. તેમના ડેટાબેઝ પર સંશોધન કર્યા બાદ જ આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સૌથી મોટી વાત એ છે કે અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ 14 વર્ષ સુધી તેના પર સંશોધન કર્યું.

આ સંશોધન મુજબ જે લોકો દરરોજ બે કે ત્રણ કપ કે તેથી વધુ ચા પીતા હોય છે તેઓ ચા બિલકુલ પીતા નથી તેની સરખામણીમાં મૃત્યુનું જોખમ 9 થી 13 ટકા ઓછું હોય છે. આ સંપૂર્ણ સંશોધન એનેલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિન નામની જર્નલમાં વાંચી શકાય છે. જો કે, અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ સંશોધન બ્લેક ટી પીનારાઓ પર કરવામાં આવ્યું છે. મતલબ કે તમારે આ સંશોધનને તમારી દૂધની ચા સાથે જોડીને ન જોવું જોઈએ. બીજી વાત એ છે કે કોઈ પણ વસ્તુ અતિશય હાનિકારક હોય છે, તેથી ચા હોય કે અન્ય કંઈપણ, તેને હંમેશા મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application