આ વળી કેવું... ફ્રિજમાંથી બોટલ કાઢી પાણી પીતા 14 વર્ષના બાળકને મારી ગોળી..!

  • June 01, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં દુકાનદારે 14 વર્ષના બાળકને એટલા માટે ગોળી મારી કેમ કે બાળકે દુકાનના ફ્રિજમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું હતું અને પાછી ફ્રીજમાં મૂકી પણ દીધી હતી.પરંતુ દુકાનદારને શંકા હતી કે બાળકે 4 પાણીની બોટલ ચોરી છે.આથી દુકાનદારે બાળકને પીઠ બાજુ ગોળી મારી જે બાદ દુકાનદારની પોલસે ધરપકડ કરી હતી.   


આ છોકરાએ પાણીની ચોરી નથી કરી. તેણે ફક્ત ફ્રીજમાંથી પાણી કાઢ્યું અને બોટલો પાછી મૂકી. પરંતુ દુકાનદારે તેની બંદૂક કાઢી અને તેને પીઠમાં ગોળી મારી દીધી.પીઠના ભાગે ગોળી વાગવાથી 14 વર્ષના છોકરાનું મોત થયું છે. મૃતકની ઓળખ સાયરસ કારમેક-બેલ્ટન તરીકે થઈ છે. મામલો અમેરિકાના સાઉથ કેરોલિનાની છે. અહીં એક દુકાનદારને રવિવારે રાત્રે શંકા હતી કે છોકરાએ તેની દુકાનમાંથી પાણીની ચાર બોટલ ચોરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે સાયરસે પાણીની બોટલની ચોરી કરી ન હતી પરંતુ તેને સ્ટોરના ફ્રીજમાં પાછી મૂકી હતી. તે સમયે તે દુકાનમાંથી ભાગી રહ્યો હતો, જ્યારે તેની હત્યા કરવામાં આવી હતી.


પોલીસે કહ્યું, 'તમે કોઈને પાછળથી ગોળી મારી શકતા નથી, જ્યાં સુધી તે તમારા માટે ખતરો ન હોય.' 58 વર્ષીય આરોપી રિક ચાઉની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે હત્યાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહ પાસેથી એક બંદૂક મળી આવી છે. આ ગુનામાં ચાઉના પુત્રની પણ સંડોવણી હોવાનો આરોપ છે. તેણે તેના પિતાને કહ્યું હતું કે સાયરસ પાસે હથિયાર છે.પરંતુ એવા કોઈ પુરાવા નથી કે સાયરસે ચાઉ અથવા તેના પુત્ર પર બંદૂક બતાવી હોય.


આરોપી ચાઉ પાસે હથિયાર રાખવાની પરવાનગી છે. મૃતક છોકરાના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે તેને પીઠ પર ગોળી વાગી હતી. આ પછી ચાઉ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી લિયોન લોટે કહ્યું, 'જો તેણે ચાર બોટલ લીધી, જે તેણે ફ્રીજમાંથી કાઢી અને પછી તેને પાછી મૂકી, જો તેણે તેમ કર્યું, તો તે એવું નથી કે તમે 14 વર્ષના બાળકને ગોળી મારો. આ વિસ્તારમાં ફાયરિંગ બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ દુકાનની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.


વિરોધ પછી, વિરોધીઓએ રાત્રિ દરમિયાન ચાઉની દુકાનમાં તોડફોડ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકો સામાનની ચોરી કરતા જોવા મળ્યા હતા. આમાં સામેલ લોકો સામે પણ કેસ નોંધવામાં આવી શકે છે. સાઉથ કેરોલિનાના સેલ્ફ-ડિફેન્સ કાયદો જણાવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાને જોખમમાં હોવાનું અનુભવે છે અને આ ભયથી બચવાનો કોઈ રસ્તો બચ્યો નથી, તો જ તે કોઈને ગોળી મારી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application