જામ્યુકોની એસ્ટેટ શાખા, ફાયર શાખા, પોલીસ વિભાગ તેમજ પીજીવીસીએલ સહિતના વિભાગની સંયુક્ત બેઠક યોજાઇ: કોઇ પાસે એનઓસી ન હોવાથી આશ્ર્ચર્ય: તળાવની પાળ, ખોડીયાર કોલોની, ઠેબા ચોકડી સહિતના ગેમ ઝોન સુચના ન આવે ત્યાં સુધી બંધ
રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા 14 ગેમઝોનને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની એસ્ટેટ અને ફાયર શાખા તેમજ પોલીસ તંત્ર અને વિજ તંત્ર ની સંયુક્ત ટિમ દ્વારા બંધ કરાવી દેવાયા છે. ઉપરાંત તેઓ દ્વારા ફાયર બ્રિગેડનું એનઓસી સહિતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ, તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી સીટી ઇજનેર ભાવેશ જાનીના સંકલન હેઠળ 9 સભ્યોની ટીમ બનાવી દેવામાં આવી છે અને તે રીપોર્ટ આપે ત્યાં સુધી ગેમ ઝોન અને વિડીયો ઝોન બંધ રાખવા આદેશ કરી દેવામાં આવ્યો છે.
રવિવારે સીટી ઇજનેર સહિત મુકેશ વરણવા, નિતીન દિક્ષીત, અનિલ ભટ્ટ, ઋષભ મહેતા, સી.એસ.પાંડીયન સહિતના અધિકારીઓએ 14 સ્થળોએ પીજીવીસીએલ, આરએનબી અને પોલીસને સાથે રાખીને સઘન તપાસ કરી હતી, એક સ્થળ સિવાય એક પણ જગ્યાએ ફાયરની એનઓસી નથી તેમ ફાયર બ્રિગેડના વડા કે.કે.બિશ્ર્નોઇએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટના પગલે સમગ્ર રાજ્યભરમાં ચાલતા ગેમઝોન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા જુદા-જુદા 14 જેટલા ગેમ ઝોન, કે જેમાં ઇલેક્ટ્રોનિક મશીન સાથેની ગેમ, વિડીયો પાર્લર, બાળકોની રાઈડ વગેરેનો સમાવેશ થાય છે જે તમામ 14 ગેમઝોનને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે અને તેઓએ મેળવેલા જરૂરી લાયસન્સ વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડની પણ ત્રણ ટીમો બની છે જેમાં કે.કે.બિશ્ર્નોઇના માર્ગદર્શન હેઠળ જશ્મીર ભેંસદડીયા, સજુભા જાડેજા, જેન્તીભાઇ ડામોર, કામીલ મહેતા, ઉમેશ ગામેતી અને ઉપેન્દ્ર સુમડ સહિતના અધિકારીઓ જોડાયા છે, રાજય સરકારના આદેશ મુજબ હાલ તો તકેદારીના ભાગપે જામનગરના તમામ ગેમ ઝોન અને વિડીયો પાર્લર જયાં ચાલું છે ત્યાં ફાયર બ્રિગેડની એનઓસી ન મળે ત્યાં સુધી એક પણ ગેમ ઝોન અને પાર્લરને ચાલું ન કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે અને તેની કડક અમલવારી કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ રવિવારે સવારે તાકીદની એક બેઠક બોલાવાઈ હતી, જેમાં જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાની તેમજ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખાની ટીમ તથા વીજતંત્રની ટિમ, પોલિસ વિભાગ, શહેર વિસ્તાર ના મામલતદાર ની ટીમ, નાયબ કાર્યપાલક ઇજનેર (મિકેનિકલ) સહિતના અધિકારીઓની તાકીદ ની બેઠક યોજવામાં આવી હતી.
જે બેઠકમાં જામનગર શહેરમાં ચાલતા તમામ ગેમઝોન ને સંપૂર્ણપણે ચકાસણી કરવાના આદેશો અપાયા હતા. જે આદેશ અનુસાર અલગ અલગ ત્રણ ટીમો બનાવીને જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તેનો વિસ્તૃત અહેવાલ કરીને 24 કલાકમાં કમિશનરને સુપ્રત કરવા આદેશ અપાયો છે. જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન સંદર્ભમાં શનિવારે રાત્રે જ એસ્ટેટ શાખા પોલીસની ટીમ શનિવારે રાત્રે તપાસણી હાથ ધરીને મોટાભાગના ગેમ ઝોન બંધ કરાવાયા હતાં.
દરમિયાન તમામ ગેમ ઝોન ખોલાવીને ત્યાં સંપૂર્ણપણે સર્વે કરાવીને કયા કયા પ્રકારની મંજૂરીઓ લેવામાં આવી છે, તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો છે, જે રિપોર્ટ આવ્યા પછી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા શનિવારે રાતે લાખોટા તળાવની પાળ આરટીઓ કચેરીના ભાગમાં ચાલી રહેલા ગેમઝોનને બંધ કરાવીને નાની બાળકોની સંખ્યાબંધ રાઈડ ચાલતી હતી, તે તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત ખોડીયાર કોલોની વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટમાં ગેમઝોન ચાલી રહ્યો હતો, જેને પણ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યો છે તેમજ મંજૂરી અંગેની ચકાસણી થઈ રહી છે.
જામનગર શહેરમાં એમયૂઝમેન્ટ પાર્ક માં ગેમ ઝોન ચાલી રહ્યો છે, જોકે હાલમાં જેમાં રાઇડ બંધ છે. ઉપરાંત લાલપુર બાયપાસ ચોકડી પાસે પણ એક ગેમ ઝોન ચાલી રહ્યો છે. આ ઉપરાંત જામનગરના દિગ્વિજય પ્લોટ, પટેલ કોલોની, રણજીતસાગર રોડ, અંબર સિનેમા રોડ, યુનિક શોપિંગ સેન્ટર, સહિતના વિસ્તારમાં ચાલતા અલગ અલગ ગેમ વિડીયો પાર્લર શનિવારે રાતે બંધ કરાવી દેવાયા હતાં.
જામનગરમાં ગેમ ઝોન-વિડીયો પાર્લર વગેરેનો સર્વે કરવા માટે નવ અધિકારીઓની ટીમ બનાવાઇ
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવશે જાનીના સીધી દોરવણી હેઠળ જુદા-જુદા નવ અધિકારીઓની ટીમ બનાવાઈ છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્ર્નોઈ, જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, જામનગર શહેર વિભાગના મામલતદાર વી.આર. માકડીયા, પી.જી.વી.સી.એલ. ના નાયબ ઈજનેર દિનેશચંદ્ર ડી. મારૂ, આસી. ટીપીઓ અનિલ ભટ્ટ, નાયબ કાર્યપાલક ઇજનેર ઋષભ મહેતા, જુનિયર ઈજનેર (મિકેનિકલ) સંદીપ પટેલ, એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત અને ફાયર બ્રિગેડ શાખાના ડેપ્યુટી ફાયર ઓફિસ ડી.એસ.પાંડિયન સહીતના 9 અધિકારીઓની ટીમ બનાવાઇ છે. જે સમગ્ર અધિકારીઓ દ્વારા ગેમઝોન બાબતે ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે અને 24 કલાકમાં તમામનો રિપોર્ટ તૈયાર કરાશે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા 14 ગેમઝોનની યાદી
જેસીઆર સિનેમા, મોડર્ન માર્કેટ સોસાયટી,એમ્યુઝમેન્ટ પાર્ક, ખોડીયાર મંદિરની બાજુમાં, ક્રિસ્ટલ મોલ- ખોડીયાર કોલોની, અંજલી ગેમ ઝોન 58 દિ. પ્લોટ, આશીવર્દિ ક્લબ રિસોર્ટ, આયુષ ગેમ ઝોન- પટેલ કોલોની, જેઠવા ગેમઝોન, ન્યુ લાઈફ રીબોટ, ગ્રીન સીટી એરીયા, આદર્શ શોપિંગ સેન્ટર, વિડીયો ગેમ પાર્લર, સેવન સીઝન રિસોર્ટ, તળાવની પાળ આરટીઓ કચેરીની બાજુમાં રાઈડ ઝોનનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech