દ્વારકામાં ચલણી નોટો પર જુગાર રમતા બે ઝબ્બે
ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામની પ્રાથમિક શાળા પાસે મોડી રાત્રિના સમયે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા મેરામણ ખીમા ચાવડા, ધના અજા લાબરીયા, રાહુલ માલા સરસિયા અને નીરવસિંહ કારૂભા જાડેજા નામના ત્રણ શખ્સોને રૂપિયા 16,100 ની રોકડ સહિત કુલ રૂપિયા 31,100 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
આ જ સ્થળે કરવામાં આવેલી અન્ય એક કાર્યવાહીમાં દિલીપ ગોગન દેથરીયા, વિનુ ખોડા સરમીયા, યશપાલસિંહ ઉર્ફે કાનો યુવરાજસિંહ જાડેજા અને દેવુ નાગશી ગઢવી નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 22,900 નો મુદ્દામાલ કરજે કરી, ગુનો નોંધ્યો હતો.
કલ્યાણપુર પોલીસે નંદાણા ગામે જુગાર દરોડો પાડી, રણમલ પુંજા મકવાણા, દિનેશ કરસન મકવાણા, રણમલ શકરા મકવાણા, ધના કાના મકવાણા, નિર્મલ રણમલ મકવાણા અને હેમંત લાખા મકવાણા નામના છ શખ્સોને રૂપિયા 3,020 ના મુદ્દામાલ સાથે રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
દ્વારકા પોલીસે હેમરાજ માધા મધડા અને ભરતસિંહ ધીરુભા જાડેજાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ઓખા નજીકના દરિયામાં ડૂબી જતા માછીમાર આધેડનું અપમૃત્યુ
નવસારી તાલુકાના પડઘા ગામના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા મહેશભાઈ રવજીભાઈ હળપતિ નામના 51 વર્ષના માછીમાર આધેડ ગઈકાલે સોમવારે નર્મદા દેવી નામની બોટ પરથી કુદરતી હાજતે જતા દરિયામાં પટકાઈ પડતા દરિયાના પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ ધર્મેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
સલાયામાં બે માછીમારો સામે કાર્યવાહી
સલાયામાં રહેતા ઈમરાન હારુન સુંભણીયા અને મામદ અયુબ સંઘાર નામના બે શખ્સોએ પોતાની ફિશિંગ બોટ મારફતે દરિયામાં માછીમારી કરવા માટે જતા પોલીસે ઝડપી લઇ, બંને સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech