દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક પદ્મ પુરસ્કારો - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો વિવિધ શાખાઓ / પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જેમ કે - કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા, વગેરે.
'પદ્મ વિભૂષણ' અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે એનાયત કરવામાં આવે છે; ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે 'પદ્મ ભૂષણ' અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે 'પદ્મ શ્રી'. આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર કરવામાં આવે છે.
આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં સામાન્ય રીતે દર વર્ષે માર્ચ / એપ્રિલની આસપાસ યોજાતા ઔપચારિક સમારોહમાં એનાયત કરવામાં આવે છે. વર્ષ 2025 માટે,રાષ્ટ્રપતિએ નીચે મુજબ 1 ડ્યુ કેસ (ડ્યુ કેસમાં, એવોર્ડ એક તરીકે ગણવામાં આવે છે) સહિત 139 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે. આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓ છે અને યાદીમાં વિદેશીઓ / NRI / PIO / OCI શ્રેણીના 10 વ્યક્તિઓ અને 13 મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.
જેમાં 8 ગુજરાતના વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત થવાનો છે. કથક ડાન્સર કૌમુદિની લાખીયા ને પદ્મવિભૂષણ,જાણીતા કવિ તુષાર શુક્લ ને પદ્મશ્રી, ઝાયડસના ચેરમેન પંકજ પટેલ ને પદ્મભૂષણ અને રામ મંદિરના આર્કિટેક ચંદ્રકાંત સોમપુર ને પદ્મશ્રી સહિત 8 ગુજરાતીઓને એવોર્ડઝ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMજામનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કાશ્મીરની ઘટના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
April 28, 2025 12:39 PMપુષ્પા 2 ફેમ શ્રીલીલાએ બાળકી દતક લીધી
April 28, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech