રાપર તાલુકાના બેલા ગામે માત્ર 13 વર્ષનાં સગીરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગળા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી નિર્મમ હત્યા કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે જ હરતા ફરતા સગીર મિત્રોએ જ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટના પાછળ મોબાઈલમાં આવતી ફ્રી ફાયર ગેમ કારણભૂત હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
મૃતદેહ બિલેશ્વર મહાદેવનાં બગીચા પાસે પડ્યો હતો
ગતરોજ રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ બિલેશ્વર મહાદેવનાં બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં વહાલસોયા સંતાનની લોહીલુહાણ હાલતમાં લાશ જોઈ હતી. બનાવના પગલે તાત્કાલિક બાલાસર પોલીસ પહોંચી હતી, અને મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો મુજબ બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉં.વ.13) નામનાં સગીરનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારનાં ઘા મરાયેલ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં હાજર મરણ જનારના ભાઈના નિવેદન પરથી જાણવા જોગના આધારે બાલાસર પોલીસે તપાસ ચલાવી રહી છે. માત્ર તેર વર્ષનાં સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડ ધામ મચી પડી હતી.
મોબાઇલની ગેમ રમતા સમયે રકઝક થઈ હોવાની શંકા
પોલીસે જણાવ્યું છે કે, ગત સાંજે મામલો સામે આવ્યા બાદ પોસમોર્ટમ સહિતની પ્રક્રિયા બાદ બનાવના કારણ અંગે તપાસ કરતા કાયમ સાથે રમતા બાળકો દ્વારા જ મોબાઇલની ફ્રી ફાયર ગેમ રમતા સમયે રકઝક બાદ સગીરને કોઈ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. જોકે હાલ ત્રણ સગીર શંકાના દાયરમાં છે, જેની કાયદાકીય નિયમ મુજબ પરિવાર સાથે પૂછપરછ ચાલુ છે. હાલ ઘડી કોઈની અટકાયત કરાઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech