તાલાલા (ગીર)માં હાજર વરલીનો જુગાર રમતા ૧૩ શખસ ૨.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

  • June 20, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ એલસીબરી પોલીસે મળેલી બાતમીના આધારે તાલાલા(ગીર) ટાઉનમાં લોહાણા સમાજની વંડી સામેની ગલીમાં મકાન ઉપર દરોડો પાડીને હાજર વરલી જુગાર રમી રહેલા માંગરોળ, કોડીનાર સહિતના શહેરોના ૧૩ શખસોને ‚ા.૨.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​
એલસીબી સ્ટાફના એએસઆઈ નરેન્દ્ર કછોડ સહિતના લોકોએ મળેલ બાતમીના આધારે તાલાલા ટાઉનમાં લોહાણા સમાજની વંડી સામેની ગલીમાં દિનેશ કાનાબારના રહેણાંક મકાનમાં જુગાર રેડ કરી હાજર વરલીનો જુગાર રમી રહેલા ૧૩ શખસોને ‚ા.૨.૫૮ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં ઘરધણી દિનેશ ઉર્ફે ઘુઘો, મગનલાલ કાનાબાર, યુસુફ ફખ‚દીન કાજી, ફા‚ક અલ્લારખા પારેખ, મહમદ ભીખાભાઈ કાલાવાત, હનિફ કાસમભાઈ કોલાત, રિઝવાન આદમભાઈ ચાંદ, વસંત મુસાભાઈ ખુમાર, વિજય શામજી ગોસિયા, યુસુફ આમદભાઈ લુલા રહે.બધા રહેવાસી માંગરોળ. જાવિદ અલ્લારખા સમા રહે.જૂનાગઢ તેમજ અફઝલ સતાર પાણાવઢુ અને અમિન મનસુરખાન પઠાણ રહે.કોડીનારને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application