આજના સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં પણ હજુ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં માનતા હોવાના કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. ત્યારે આવા જ એક કિસ્સામાં જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતા ખેડૂતને ઠગ ટોળકીએ માતાજી તમારા પર પ્રસન્ન છે તેમ કહી તાંત્રિક વિધિ કરવાનું કહ્યું હતું. બાદમાં માતાજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા છે તેમ કહી ધૂપના બહાને અલગ–અલગ સમયે ખેડૂત પાસેથી કુલ પિયા ૧૩, પડાવી લીધા હતા જેથી આ અંગે ખેડૂત દ્રારા પાંચ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામકંડોરણા તાલુકાના ખજૂરડા ગામે રહેતા મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકિયા(ઉ.વ ૪૬) દ્રારા નોંધવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યો બાવા સાધુ તેનો ગુજી, ગુજીનો શિષ્ય, જીતુભા અને જીતુભા સાથે ધૂપના પૈસા લેવા આવતા અજાણ્યા શખસનું નામ આપ્યું છે. મહેન્દ્રભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતીકામની સાથે ઇલેકટ્રીક રીપેરીંગની દુકાન ચલાવે છે.
ચાર માસ પૂર્વે તેમની દુકાને બાબા સાધુના વેશમાં એક શખસ દક્ષિણા લેવા માટે આવ્યો હતો જેથી તેને દક્ષિણા આપી હતી. આ દરમિયાન આ શખસે વેપારીનો નંબર મેળવી લીધો હતો. બાદમાં આ શખસ તારીખ ૧૮૪૨૦૨૪ ના વેપારીને ફોન કરી કહ્યું હતું કે, તમે ભોળા માણસ છો તમારા પર માતાજી પ્રસન્ન થયા છે તમને લમી મળશે તમારી પાસે જુના પિયા હોય તો તેનાથી લમી આવશે તેમજ તમારે જમીન છે તે જમીનમાં પુષ્કળ માયા (સોનુ) છે. તમે બહત્પ જ પિયા વાળા બનશો. તેવી વાત કરી હતી બાદમાં ફોનમાં આ બાબાજીના ગુએ પણ વાત કરી હતી ત્યારબાદ તેમણે ધન પ્રાિ માટે વિધિ કરવાનું કહ્યું હતું. વિધિના સામાનમાં ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનુ, જુના પિયાના સિક્કા, ચુંદડી, કંકુ લઇ આવવાનું કહ્યું હતું.
ખેડૂત આ તમામ સામાન આ શખ્સોએ કહ્યા મુજબ વિધિ માટે વાંકાનેરના રફાળા નજીક અવાવ જગ્યાએ ગયા હતા ત્યાં ખાડામાં વિધિ કરી હતી. આ વિધિ સમય કુલ ચાર શખ્સો અહીં હાજર હતા વિધિ કરી તે સમયે પેટીમાં પિયા ૫૦૦–૫૦૦ ની નોટો બતાવી હતી તે પછી પેટી બધં કરી દીધી હતી. દરમિયાન અહીં એક શખસને મો માંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે બેભાન થઈ ગયો હતો. જેથી ગુજી બોલવા લાગ્યા હતા કે, માતાજી ક્રોધિત થઈ ગયા છે હવે અમારા દીકરાને સજીવન કરવા માટે ધૂપની જર પડશે આ ધૂપ તમારે ૨૫ તોલા લાવવું પડશે આ ધૂપનો એક તોલાનો ભાવ . ૨૧,૦૦૦ છે જે તમને જામનગર દ્રારકા રોડ પર જીતુભા દેવા આવશે.
આ શખ્સોની વાતોમાં આવી જઈ ખેડૂતે મિત્ર સર્કલ પાસેથી મંડળીમાં ભરવાના બહાને પિયા પાંચ લાખ લઈ ફોન કરી આ ધૂપ લઈ આપ્યો હતો ત્યારબાદ ફરી એકવાર ગુજીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે ધૂપમાંથી બે ટીપા તમારી જમીનમાં પાડો અને પાંચ ટીપા આધશકિતમાંના નામના પાડો આમ કહ્યું હતું. જેથી ખેડૂતે ચૂંદડીમાં વીંટાળેલી ધૂપની શીશી કાઢતા સીસી તૂટી ગઈ હતી અને ધૂપ હતું નહીં જેથી આ બાબતે ગુજીને કહેતા તેણે કહ્યું હતું કે માતાજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા છે હવે તમારે બીજું ૨૫ તોલા ધૂપ લાવવું પડશે જેના એક તોલાનો ભાવ ૩૧,૦૦૦ છે ફરી ખેડૂતે મિત્ર સરકારમાંથી ૬ લાખ પિયા તેમજ બે લાખની લોન કરાવી આ ધૂપ લીધું હતું. જે ધૂપ જીતુભા આપી ગયો હતો આ સમયે જીતુભા એક પેટી આપી હતી અને કહ્યું હતું કે તમાં કામ થઈ ગયું છે. આ પેટીમાં રૂપિયા ભર્યા છે તે ખોલતા નહીં તમારા ઘરે રાખી દેજો. જેથી ખેડૂત પેટી લઈને પોતાના ઘરે આવી ગયા હતા.
ત્યારબાદ ફરી ખેડૂતને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, માતાજી ખૂબ ક્રોધિત છે તમારા કામ માટે માનતા નથી તમારે પાછો ધૂપ લાવો પડશે આ ધૂપ તમારા નાસિકથી એક તોલાનો ભાવ રૂા. ૭૦,૦૦૦ લેખે ૨૫ તોલા ધૂપ લેવું પડશે જેથી ખેડૂતે કહ્યું હતું કે, હવે મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી. બાદમાં ખેડૂતે આ શખસે આપેલી પેટી ખોલતા તેમાંથી પસ્તી તથા બાળકોને રમવાની પૈસાની નોટો મળી હતી. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ અંગે જામકંડોણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
રૂપિયા ભર્યા હોવાનું કહી જે પેટી આપી હતી તેમાંથી પસ્તી નીકળી
આ ઠગ ટોળકીએ ખેડૂતને આ પેટીમાં પિયા ભર્યા છે પરંતુ તે હમણાં ખોલતા નહીં તેમ કહ્યું હતું. જેથી ખેડૂતે આ પેટી ઘરમાં રાખી દીધી હતી. પરંતુ ત્યારબાદ ધૂપના બહાને વારંવાર ફોન આવવા લાગતા ખેડૂતને શંકા ગઈ હતી. બાદમાં તેમણે આ પેટી ખોલતા તેમાંથી પસ્તી અને બાળકોને રમવાની નકલી પૈસાની નોટો નીકળી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech