જૂનાગઢ, મેંદરડા, કેશોદમાં સવારે એક ઇંચ સહિત જિલ્લામાં સીઝનનો ૧૨૭ ટકા વરસાદ

  • July 21, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લામાં  અવિરત વરસાદથી સમગ્ર પંથકમાં ૧૨૫ ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે ત્યારે આજે સવારે જિલ્લામાં મેંદરડા ,કેશોદ અને જૂનાગઢમાં  એક ઇંચ, માણાવદર વંથલી અને વિસાવદર મા અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદથી જિલ્લામાં   ૧૩ પશુઓના ડૂબી જતા મોત થયા છે. માણાવદર  ખારામાં ડૂબી જતા આધેડનું મોત થયા નો બનાવ મંગાયો છે . માંગરોળના આજક ગામે એસડીઆરએફની ટીમ દ્વારા ૧૧૦ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.


જુનાગઢ જિલ્લામાં અધિકમાસના પ્રારંભ સાથે મેઘરાજા સતત વરસી રહ્યા હોય તેમ પોરો ખાવાનું નામ જ લેવાતા નથી  સતત વરસાદથી જિલ્લામાં તમામ પંથકમાં  વરસાદે સદી થી ઉપર નો આંક વટાવ્યો છે ત્યારે જિલ્લામાં  સરેરાશ ૧૨૭ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેને પગલે  ગ્રામ્ય પંથકમાં પાણી ઓસરવાનું નામ ન લેતા ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. તો આ ઉપરાંત વરસાદના પાણીમાં ડૂબી જતા ૧૩ પશુઓના મોત થયા છે. માણાવદર ના રઘુવીરપરા વિસ્તારમાં રહેતા  અનિલ વિઠ્ઠલભાઈ ભીંડી (ઉં વ ૫૫) નું ખારામાં પાણી જોવા જતા પગ લપસી જતા ડૂબી જતા મોત થયું હતું. આજે જિલ્લામાં નોંધાયેલા વરસાદમાં મેંદરડા, કેશોદ અને જૂનાગઢમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. વંથલી, માણાવદર અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે લોકો દ્વારા મેઘરાજાને પોરો ખાવા અંગે વિનવણી કરી રહ્યા છે. 
​​​​​​​
જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની સટાસટીને પગલે નદી નાળાઓમાં પૂર તેમજ ખેતરોમાં પાણી ભરાવા સહિતની જળબંબાકાર ની પરિસ્થિતિને પગલે પશુપાલકોના નેસડાઓમાં રહેલા પશુઓના પણ ડૂબી જતા મોત થયા છે. માળીયાહાટીના ના જુથળ ગામે ૨ બળદ, મેંદરડા ના ખીમપાદર ગામે ૧ ભેંસ, માંગરોળના ઢેલાણા ગામે ૯ બકરા, માણાવદર ના રફાળા ગામે ૧ ભેંસ મળી કુલ  ૧૩ પશુઓના મોત થયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application