વિશ્વના ઘણા દેશોએ ભારતની બે લોકપ્રિય બ્રાન્ડસના મસાલામાં જંતુનાશકનું ઐંચુ સ્તર જોવા મળતા આ જોખમો પર પગલાં લીધા પછી ભારતીય સત્તાવાળાઓ દ્રારા પરીક્ષણોના એક ઉચ્ચ એજન્સી દ્રારા કરવામાં આવેલા રીસર્ચ દ્રારા મેળવેલા ડેટા અનુસાર, લગભગ ૧૨% પરીક્ષણ કરાયેલ મસાલાના નમૂના ગુણવત્તા અને સલામતી ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હોવાનું સામે આવ્યું છે.
ફડ સેટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એપ્રિલમાં મસાલાઓમાં જંતુનાશકના ઐંચા સ્તરો પર હોંગકોંગે એમડીએચ અને એવરેસ્ટ બ્રાન્ડસના કેટલાક મિશ્રણોના વેચાણને સ્થગિત કર્યા પછી મિશ્ર મસાલાના મિશ્રણનું નિરીક્ષણ, નમૂના અને પરીક્ષણ હાથ ધયુ હતું.ત્યારબાદ બ્રિટને ભારતમાંથી તમામ મસાલાની આયાત પર નિયંત્રણો કડક બનાવ્યા હતા, યારે ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ સ્ટેટસ અને ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે તેઓ બ્રાન્ડસ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છે.એમડીએચ અને એવરેસ્ટે કહ્યું છે કે તેમના ઉત્પાદનો વપરાશ માટે સલામત છે. તેમના મસાલા ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે અને યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં વેચાય છે.
ભારતના માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જે ખાસ ડેટા મેળવવામાં આવ્યો તે દર્શાવે છે કે મે અને જુલાઈની શઆત વચ્ચે પરીક્ષણ કરાયેલા ૪,૦૫૪ નમૂનામાંથી ૪૭૪ ગુણવત્તા અને સલામતીના પરિમાણોને પૂર્ણ કરતા ન હતા. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની પાસે પરીક્ષણ કરાયેલ મસાલાની બ્રાન્ડસ દ્રારા કોઈ એવી દલીલ કરવમાં નથી આવી પરંતુ તેમાં સામેલ કંપનીઓ સામે જરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ભારતીય કાયદા હેઠળ દંડની જોગવાઈઓનો ઉલ્લેખ કર્યા વિના, તેણે જણાવ્યું હતું કે, અનુપ નમૂનાઓ પર કાર્યવાહી નિર્ધારિત ધોરણો મુજબ કરવામાં આવી છે.
માર્કેટ રિસર્ચ અનુસાર, ૨૦૨૨માં ભારતના સ્થાનિક મસાલા બજારનું મૂલ્ય ૧૦.૪૪ બિલિયન હતું. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેની મસાલા અને મસાલા ઉત્પાદનોની નિકાસ રેકોર્ડ ૪.૪૬ બિલિયન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech