૧૨ મિલકતોના દસ્તાવેજ સબ રજિસ્ટ્રારના સક્ષમ અધિકારી સિવાય સ્વીકારાશે નહીં

  • January 04, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં મિલ્કતોના દસ્તાવેજને લઈને સરકાર દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુદી જુદી ૧૨ પ્રકારની મિલકતોના દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્રારા સક્ષમ સત્તાધિકારીઓની પરવાનગી સિવાય સ્વિકારવાની મનાઈ ફરમાવવામાં આવી છે.રાયમાં જમીન સહિતના દસ્તાવેજોની નોંધણી પારદર્શક બનાવવા માટે સરકાર દવારા મિલ્કતોના દસ્તાવેજની નોંધણી માટેની પરવાનગી સક્ષમ અધિકારીને સોંપવામાં આવી છે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવન દ્રારા બહાર પડાયેલા પરિપત્ર મુજબ આ ૧૨ નિર્દેશથી મિલકતોના દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્રારા સ્વીકારવામાં આવશે નહીં. જો અરજદાર નારાજ હોય તો તે અંગેની અપીલ સંબંધિત જિલ્લા રજિસ્ટ્રાર કે કલેકટરને કરી શકે છે અને તેનો નિણય અપિલ અધિકારી દ્રારા લેવામાં આવશે. સમગ્ર મુદ્દે સ્પષ્ટ્રતા કરતા પરિપત્રમાં જણાવાયું છે કે વિવિધ કાયદા અને સક્ષમ ઓથોરિટીના હત્પકમથી તબદિલી કરવાપાત્ર ન હોય તેવી જમીન અને મિલકતના વિવિધ વ્યવહારોના દસ્તાવેજની નોંધણી થઇ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવી નોંધણીના કારણે વ્યકિતગત અને જાહેર હક–હિતને મોટું નુકસાન થવાની સંભાવના છે. નોંધણીની કામગીરી ગરવી ૨.૦ પોર્ટલમાં કરાતી હોય છે. જેમાં સિસ્ટમ મુજબ રેવન્યૂ રેકર્ડમાં જે મિલકત અંગે જરી પોપ અપ અને લેગિંગ કરાયું હોય અને એટેચમેન્ટ અંગેની ડેટા એન્ટ્રી સબ રજિસ્ટ્રાર દ્રારા ફરજિયાત કરવાની રહેશે. તે પછી આ ૧૨ જેટલી મિલકતના દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્રારા સક્ષમ સત્તાધિકારીની પરવાનગી સિવાય સ્વીકારવામાં આવશે નહીં

આ દસ્તાવેજ સબ રજિસ્ટ્રારમાં સીધા સ્વિકારવામાં આવશે નહીં
–સક્ષમ ઓથોરિટીના ટાંચના હત્પકમો
–અશાંત ધારા હેઠળની જમીન મિલકતો
–શહેરી ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ ફાજલ જમીન
–આદિવાસી ખાતેદારની કલમ ૭૩ એએ હેઠળની જમીન કે મિલકત
–સરકારી પડતર, સરકાર, ગૌચર, પંચાયત હેડની જમીન
–નવી શરત, પ્ર.સ.૫., ભૂદાન, સીલિંગ ફાજલ, હિજરતી મિલકત, એનેમી પ્રોપર્ટી
–કોઇ જાહેર ટ્રસ્ટ કે સાર્વજનિક માલિકી ઉપયોગની જમીન–મિલકત
–શહેરી સત્તામંડળ વિસ્તારની નગર રચના યોજના હેઠળ કપાત જમીન
–બિનઅધિકૃત રજા વગરનું બાંધકામ ધરાવતી ખેતીની જમીન
–કોઇ સત્તા પ્રકાર નાબૂદી કાયદા હેઠળ લીટી નીચેના ખાનગી કબજેદાર દ્રારા ધરાવેલ જમીન
–અન્ય કોઇ કાયદા કે હત્પકમથી પ્રતિબંધિત હોય તેવી જમીન–મિલકત.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application