જેલ સુધારણ માટે તૈયાર કરવામાં આવેલ પુસ્તકમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. આંકડાઓ મુજબ રાજ્યની વિવિધ જેલોમાં કેપેસિટી કરતા વધારે કેદીઓ બંધ છે. રાજ્યની કુલ 28 જેલમાં 14,065 કેદીઓની (100%) કેપેસિટી સામે 16,737 (119%) કેદીઓ બંધ છે. ક્ષમતાની દ્રષ્ટિએ સૌથી વધુ ગોધરા જેલમાં 165 કેપેસિટી સામે કુલ 365 કેદીઓ બંધ છે. ટકાવારીની દ્રષ્ટિએ 195% થાય છે. કેદીઓની સ્થિતિ સુધારવા માટે હાઈ કોર્ટ અને સરકાર બંને સતત પ્રયત્નશીલ છે.
રાજ્યમાં લાંબા સમયથી જેલમાં કેદ કેદીઓને કાનૂની સેવાઓનાં ધોરણને સુધારવા SOP તૈયાર કરાઈ છે. SOP નાં માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ અને GSLSA સતત પ્રયત્નશીલ છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને GSLSAએ SOP તૈયાર કરી
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા SOP બુકનું લોન્ચિંગ કરાયું છે. સુપ્રીમકોર્ટનાં ન્યાયાધીશ બી.આર. ગવાઈએ પણ જેલ સુધારણા પ્રણાલીને સ્થાપિત કરવાનાં ચીફ જસ્ટિસનાં પ્રયાસોને બિરદાવ્યા છે. SOP માં રાજ્યની જેલોમાં કેદીઓની વધતી સંખ્યા, ગુણવત્તાયુક્ત કાનૂની સહાય અને મહિલાઓનાં ખાસ મુદ્દાઓને ચિહ્નિત કરાયા છે.
સલામત ગુજરાતમાં રાજ્યની 28 જેલમાં 100%ની સામે 119% કેદીઓ બંધ,
ગુજરાતની જેલોમાં કેદીઓની સંખ્યા અંગે વાત કરીએ તો જેલના સુધારણા માટે તૈયાર કરાયેલી બુકમાં દર્શાવેલા આંકડાઓ મુજબ, રાજ્યની 28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ જેલમાં છે. 28 જેલોમાં કુલ 14,062 કેદીઓની ક્ષમતા સામે હાલ 16,737 કેદીઓ જેલમાં બંધ છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની વાત કરીએ તો ક્ષમતા કરતા 129 % વધુ કેદી કેદ છે. સાબરમતી જેલમાં અંડર ટ્રાયલ 2,147 પુરુષ અને 91 મહિલા કેદી, કન્વિકટ કેદીમાં 1361 પુરુષ અને 38 મહિલા કેદી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં 1165 કેદી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMકિસાન દિવસ ભારતના અનાજના શૂરવીરોનો દિવસ
December 23, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech