મોટી વેરાવળ, હર્ષદપુર, કૃષ્ણપુર, હરીપર, મતવા, સુવેડા, ધુતારપર, આમરા, ગજણા, સણોસરીમાં અજાણ્યા શખ્સો ત્રાટકયા: પોલીસ દ્વારા શકમંદોની પુછપરછ
જામનગર જિલ્લાના લાલપુર,જામજોધપુર તેમજ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ટ્રેક્ટરની 11 ટ્રોલીની ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાયા બાદ એલસીબીની ટુકડી સક્રિય બની છે, અને કેટલાક શકમંદો ને ઉઠાવી લઈ પુછપરછ શરૂ કરી છે.
જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતા ભાવેશભાઈ ભગવાનજીભાઈ નંદા નામના ખેડૂતે પોતાના ટ્રેક્ટરની ટ્રોલી ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ ઉપરાંત લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેહુલભાઈ કરંગીયા નામના ખેડૂતે પોતાના ટ્રેકટર ની ટ્રોલીની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી હતી. જયારે લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા રામભાઈ મેરુભાઈ કાંબરીયા નામના ખેડૂતે પણ પોતાના ટ્રેક્ટરની ટ્રોલી ની ચોરી થઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ ઉપરાંત લાલપુરના હરીપરમાં રહેતા ધીરજલાલ કાનજીભાઇની ઘરની બાજુમાં પ્લોટમાંથી, લાલવાડી હાપા રોડ પર રહેતા અરવિંદભાઇ મોહનભાઇ સોજીત્રાના મતવા સીમ વિસ્તારમાં, ઠેબા ગામના હરકાંત તુલસીભાઇ મુંગરાના સુવેડા સીમમાં ધુતારપુરમાં રહેતા ધીરુ ભાદાભાઇ જાપડા, આમરા ગામમાં રહેતા હીરનગર ગુલાબગર ગોસાઇના ઘર પાસેથી ટ્રોલીની ચોરી કરી ગયા હતા તેમજ કૃષ્ણપુર દુધાળા ગામમાં રહેતા દીલીપ દામજીભાઇ સખીયાના ખેતરેથી ટ્રોલીની ચોરી કરી ગયા હતા.
આમ જામનગર જિલ્લાનાં અલગ અલગ ગામોમાંથી કુલ 11 જેટલી ટ્રેક્ટરની ટ્રોલી ની ચોરી થઈ ગયા ની ફરિયાદ જુદા જુદા પોલીસ મથકમાં નોંધાવાઈ છે. ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને એલસીબી ની ટુકડી હરકતમાં આવી છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પુછપરછ શરૂ કરી છે. નજીકના ભવિષ્યમાં જ ઉપરોક્ત તમામ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech