રાજકોટ શહેરમાં અને ભાગોળે ૧૧ પેટ્રોલ પપં મંજૂર કરવામાં આવ્યા

  • April 13, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર તેમજ શહેરની ભાગોળેના વિસ્તારોમાં વિવિધ કંપનીઓના કુલ ૧૧ નવા પેટ્રોપ પપં મંજુર થયા છે, જેમાંથી અમુક પપં તૈયાર થઇ ગયા છે અને અમુકનું કામ ચાલું હોવાનું જાણવા મળે છે.વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ મવડી, વાવડી, નાનામવા, રૈયા, શિતલ પાર્ક, પરા પીપળીયા, રોણકી, ભગવતીપરા, માલિયાસણ, સોખડા અને જુના માર્કેટ યાર્ડ સંકુલ સહિતના સ્થળોએ નવા પમ્પ મંજુર થયા છે જેમાં બીપીસીએલ, એચપીસીએલ, આઇઓસી, નયારા સહિતની કંપનીઓ દ્રારા મંજુર કરાયેલા પમ્પ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર તેમજ શહેરની ભાગોળેના રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં પેટ્રોલ પંપની કુલ સંખ્યા ૧૧૧ આજુબાજુએ પહોંચવા આવી છે. ટીપી સ્કિમોની જમીનોના મોટા ખરીદદારોમાં ઓઇલ કંપનીઓનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરની વસતી અને વિસ્તાર વધતા વધુ નવા પપં મંજુર થઇ રહ્યા છે. પેટ્રોલ પંપના બિઝનેસમાં અગાઉ જેટલો માર્જિન નથી, કમિશન બેઇઝ આવક થઇ ગઇ છે તેમ છતાં બેઠી આવક અને પેટ્રોલ પપં માલિક હોવાના સ્ટેટસનું આકર્ષણ અકબધં છે.
નોંધનીય છે કે ફાયર સેફટીના નિયમો અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કે શહેરની ભાગોળેના રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં નિર્માણ થતા પેટ્રોલ પંપના પ્રોજેકટ માટે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાંથી એનઓસી મેળવવું ફરજિયાત છે. ગત નાણાંકીય વર્ષમાં ઉપરોકત ૧૧ પંપના એનઓસી મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકાને અરજી મળી હતી જેના અનુસંધાને આ બાબત ઉજાગર થઇ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application