જામનગરથી ૧૪ કિ.મી. દુર આવેલા વિજરખી પાસેના તપોવન ફાઉન્ડેશન માતૃશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્ય ધામ દ્વારા આગામી તા.૧૭ નવેમ્બરના રોજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ઝાઝરમાન ક્ધયાદાન લગ્નોત્સવ-૨નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ જ્ઞાતિની મા-બાપ વિહોણી ૧૧ દિકરીઓના લગ્ન કરી દેવામાં આવશે અને તેમાં કોઇપણ જાતની ફી લેવામાં નહીં આવે તેમ સંસ્થાના ફાઉન્ડર રાજનભાઇ જાની, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, નરેન્દ્રભાઇ ત્રિવેદી અને પરેશભાઇ જાનીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સમાજમાં અલગ-અલગ જ્ઞાતિઓ પોતાની રીતે સમુહ લગ્નનું આયોજન કરે છે ત્યારે મા-બાપ વિહોણી અને પિતા વિહોણી સર્વ જ્ઞાતિની દિકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ દિકરીઓના લગ્ન યોજાયા હતાં અને ફરી વખત સંસ્થા દ્વારા ક્ધયાદાન લગ્નોત્સવ-૨નું આયોજન કરાયું છે, આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, દિકરી ન હોય તેવા માતા-પિતા પણ ક્ધયાદાનનો લાભ લઇ શકે તેવો અમારો ભાવ છે. શાસ્ત્રોકત હિન્દુ વિધી મુજબ લગ્ન લખવાની વિધી, ગણેશ સ્થાપન, મંડપ મુર્હુત, ગૃહશાંતી, હસ્ત મેળાપ અને સપ્તપદીના ફેરા સહિતની વિધી વિદ્વવાન પંડીતો દ્વારા કરાવામાં આવશે.
આ સમુહ લગ્નોત્સવમાં દિકરીઓ માટે મહેંદી અને બ્યુટી પાર્લરની વ્યવસ્થા સંસ્થા કરશે તેમજ સમુહલગ્નમાં વરરાજાનો વરઘોડો એકીસાથે મંડપમાં પહોંચશે, તા.૧૬-૫-૨૦૨૪થી ૬-૬-૨૦૨૪ સુધીમાં આ લગ્નોત્સવમાં ભાગ લેવા ઇચ્છુકોએ તપોવન ફાઉન્ડેશન શિવશકિત માર્કેટીંગ શ સેકશન રોડ આશાપુરા હોટલ પાસે પરેશભાઇ જાની મો.૯૮૭૯૫ ૧૦૭૫૪, સંજય જાની મો.૯૮૨૪૪ ૭૨૭૦૯નો સંપર્ક કરવા જણાવાયું છે.
સંસ્થા દ્વારા અગાઉ ૧૬ દિકરીના લગ્ન કરાવાયા છે, તેમાં કોઇ દિકરીને હજુ સુધી કોઇ તકલીફ પડી નથી, ૧૩ દિકરીને ત્યાં સંતાન પણ છે, દિકરીના લગ્ન પણ નિ:શુલ્ક રીતે કરીએ છીએ, એટલું જ નહીં સંસ્થા દ્વારા ધાર્મિક ઉત્સવ ઉજવાય છે અને નિ:શુલ્ક લગ્ન પણ વર્ષ દરમ્યાન કરાવાય છે. આ લગ્નોત્સવમાં જે કોઇ દાતાઓને દાન આપવાની ઇચ્છા હોય તેઓએ તપોવન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓનો સંપર્ક કરવો.
સંસ્થાના ફાઉન્ડર રાજનભાઇ જાનીએ જણાવ્યું હતું કે, અહીંયા ૧૦૦ લોકો બેસી શકે તે માટે કોઇપણ સપ્તાહ કરવી હોય તો વ્યવસ્થા છે, ઉપરાંત શિવરાત્રી મહોત્સવ, લઘુદ્ર યજ્ઞ તેમજ કોઇપણ જાતની ધાર્મિક વિધી પણ કરાવી શકે છે, હરેશ્ર્વર મહાદેવના મંદિરમાં નાની-મોટી પુજા પણ થાય છે. વાસ્તલ્યધામ હંમેશા વય વંદનાનું મંદિર બની રહે તે માટે અમારો ભાવ છે, કોરોના કાળમાં મંદિરોમાં નિ:શુલ્ક સેનેટાઇઝેશન ઉપરાંત સતત બે મહીના સુધી ૧૩ હજારથી વધુ લોકોને ભોજન કીટ તૈયાર કરીને પહોંચાડી, સમુહ યજ્ઞોપવિત, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, તુલસીજીના રોપા વિતરણ, નવરાત્રી મહોત્સવ, ડેન્ગ્યુ જેવા રોગ સામે પત્રીકા વિતરણ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, ખાસ કરીને આ વાત્સલ્ય ધામમાં રહેતા વડીલો પાસેથી કોઇપણ જાતની ફી લેવામાં આવતી નથી અને અઠવાડીયે વડીલોનું આરોગ્ય ચેકીંગ પણ કરવામાં આવે છે.
ટીમના સભ્યો દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે અને આગામી દિવસોમાં થનારા સમુહલગ્નમાં પણ ક્ધયા અને વરરાજા દીઠ ૨૫-૨૫ લોકોને લઇ આવવા છુટ આપવામાં આવી છે. આ પત્રકાર પરીષદમાં રોહીતભાઇ મા, ભાવેશભાઇ હાજર રહ્યા હતાં, કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી પરેશભાઇ જાનીએ કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech