જામનગર શહેરમાં નશાયુકત પીણાની ૧૦૯ બોટલો કબ્જે

  • November 04, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩ સ્થળે એલસીબીના દરોડા : કેફી પીણાના વિક્રેતાઓ પર તવાઇ

જામનગર શહેરમાં હર્બી પ્રોડકટસની નશાયુકત બોટલોના વિક્રેતાઓ પર પોલીસે તવાઇ બોલાવી છે, ગઇકાલે જનતા ફાટક અને ખંભાળીયા નાકા બહાર, દિગ્જામ સર્કલ ખાતે દરોડા પાડીને બોટલો જપ્ત કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાર્યવાહ કરવા જણાવેલ હોય, જેથ જામનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં ગેરકાયદે હર્બલ ટોનીક (હર્બી) પ્રોટકટની બોટલોનું વેચાણ કરતા ઇસમો વિરુઘ્ધ કાર્યવાહી કરવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી એલસીબીને સુચના કરતા એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ એસ.પી. ગોહીલ, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ. મયુદીન સૈયદ, અરજણભાઇ કોડીયાતરને મળેલ બાતમી હકીકત આધારે જામનગર શહેરમાં ખંભાળીયા નાકા બજરંગ હોટલની બાજુમાં ભવાન પાનની દુકાનમાં વિશાલ ચંદુભાઇ નંદા (ઉ.વ.૨૮) રહે. દિ.પ્લોટ-૫૨, સ્કુલની બાજુમાં જામનગર વાળાન કબ્જાની દુકાનમાંથી નશાયુકત પીણાની અલગ અલગ બ્રાન્ડની બોટલો ૬૩, કિ. રુા. ૯૪૫૦ મળી આવતા હેડ કોન્સ. વનરાજભાઇ મકવાણાએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં સ્ટાફના હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમારને મળેલ બાતમી હકીકત આધારે શહેરના જનતા ફાટક, જવાહર પાન નામની દુકાનમાંથી રાજકુમાર રામચંદ્ર તન્ના રહે. ગુરુદ્વારા પાસે, મંગલબાગ-૪, જામનગરવાળાની કબ્જાની દુકાનમાંથી નશાયુકત પીણાન અલગ અલગ બ્રાન્ડની ૧૬ બોટલ, કિ. ૨૪૦૦ની મળી આવતા હેડ કોન્સ. હરદીપભાઇ ધાંધલએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તથા સંજયસિંહ અને હિતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે શહેરના દિગ્જામ સર્કલ, વુલનમીલ ફાટક પાસેથી તિરુપતી સોસાયટીમાં રહેતા મનસુખ ગોરધનદાસ અગ્રાવતને નશાયુકત પીણાની ૩૦ બોટલ સાથે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application