પોરબંદર જિલ્લાના પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજતા કરોડો પિયાના વિકાસ કામ મંજુર થયા છે
પોરબંદર જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી.જેમાં પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ ના ૩૬૯.૭૪ લાખના ૧૦૮ કામોને મંજુરી આપવામાં આવી હતી.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ વિવેકાધીન જોગવાઈ મુજબ તાલુકા અને નગરપાલિકા કક્ષાના કામો માટે આવેલી દરખાસ્તોને આ મિટિંગમાં મંજુરી આપવામાં આવી હતી.
આ મિટિંગમાં ૧૫% વિવેકાધીન જોગવાઈ સામાન્ય હેઠળ ૭૩ કામો ૨૩૨.૫૦ લાખ,૧૫% વિવેકાધીન અ. જા. પે.યો.૧૪ કામો ૪૩ લાખ, ૫% પ્રોત્સાહક ૩ કામ ૭.૫૦ લાખ, ખાસ પછાત વિસ્તાર વિકાસ ઘેડ જોગવાઈ ૧૩ કામ ૪૨ લાખ, નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ ૫ કામ ૪૪.૭૪ લાખ મળી ૩૬૯.૭૪ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી.
આ મિટિંગમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુ હતુ કે નવા મંજુર થયેલા કામો સમયસર શ થાય તે જરી છે.આ માટે નકશા અંદાજ અને સૈદ્ધાંતિક વહીવટી મંજુરીની કામગીરી માટે સમયસર સમીક્ષા કરવા અને તાલુકાકક્ષાએ પણ સમીક્ષા નિયમિત રીતે થાય તે માટે માર્ગદર્શન આપ્યુ હતુ.અગાઉના વર્ષના અધુરા અને પુર્ણ ન થયેલા કામો સત્વરે પુર્ણ કરવા તાકીદ કરી હતી.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ દરેક ગામોના કામો અને જરૂરીયાત મુજબ વિકાસલક્ષી કામો થાય તે માટે જરી સુચનો કર્યા હતા.તેઓએ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તળાવોમાંથી ખેડુતોને વિનામુલ્યે માટી કાઢવાની મંજુરીઓ સત્વરે આપી દેવા જણાવ્યુ હતુ.
કલેકટર એસ.ડી ધાનાણીએ દરેક કામોની થયેલી સમીક્ષા તેમજ સ્થળ નિરીક્ષણ સહિત અમલીકરણ અધિકારીઓને જરી માર્ગદર્શન આપ્યુ હતુ.આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી ઠાકોરે દરેક કામો અને જોગવાઈ અંગેની માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, તાલુકા પંચાયતોના પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચોધરી, મ્યુનિસિપલ કમિશ્ર્નર પ્રજાપતિ, આયોજન વિભાગના અધિકારી આર. એમ. ગંભીર તેમજ પ્રાંત અધિકારીઓ, આયોજન મંડળના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech