૧૦૭ સાંસદો, ધારાસભ્યો હેટ સ્પીચના આરોપી

  • October 04, 2023 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના કુલ ૧૦૭ સાંસદો અને ધારાસભ્યો વિદ્ધ નફરત ફેલાવનારા ભાષણો આપવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં આવા કેસોનો સામનો કરી રહેલા ૪૮૦ ઉમેદવારોએ ચૂંટણી લડી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોમ્ર્સના ડેટા દ્રારા આ વાત સામે આવી છે. એડીઆર અને નેશનલ ઇલેકશન વોચએ તમામ વર્તમાન સાંસદો અને ધારાસભ્યો તેમજ છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં અસફળ ઉમેદવારોના ચૂંટણીના સોગંદનામાનું વિશ્લેષણ કયુ છે.


વિશ્લેષણ દર્શાવે છે કે ઘણા વર્તમાન સાંસદો અને ધારાસભ્યોએ તેમાં પોતાના વિદ્ધ કરાયેલા હેટ સ્પીચ સંબંધિત કેસ જાહેર કર્યા છે. આ મુજબ ૩૩ સાંસદોએ તેમની સામે કેસ જાહેર કર્યા છે, જેમાંથી સાત ઉત્તર પ્રદેશના, ચાર તમિલનાડુના, બિહાર, કર્ણાટક અને તેલંગાણાના ત્રણ–ત્રણ તથા આસામ, ગુજરાત, મહારાષ્ટ્ર્ર અને પશ્ચિમ બંગાળના બે અને ઝારખંડ, મધ્યપ્રદેશ, કેરળ, ઓડિશા અને પંજાબમાંથી એક–એક સાંસદો છે.

સૌથી વધુ કેસ ભાજપના નામે
એડીઆરએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ૪૮૦ ઉમેદવારોએ હેટ સ્પીચના આરોપો સાથે સંબંધિત જાહેર કરેલા કેસો સાથે રાય વિધાનસભાઓ, લોકસભા અને રાયસભાની ચૂંટણી લડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દ્રેષપૂર્ણ ભાષણ સંબંધિત કેસ ધરાવતા ૨૨ સાંસદો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી, બે કોંગ્રેસના, આમ આદમી પાર્ટી, એઆઇએમાંઆઈએમ, એઆઈયુડીએફ, ડીએમકે, એઆઇએડીએમકે, પીએમકે, શિવસેના (યુટીબી) વીકેસી ના એક સાંસદ પર સામે કેસ નોંધાયેલ છે.

ગુજરાતના ૬ નેતા સામે કેસ
અમિત શાહ
(ભાજપના સાંસદ, ગાંધીનગર)
મિતેશ પટેલ
(ભાજપના સાંસદ, આણંદ)
ચૈતર વસાવા (આપ, ડેડિયાપાડા)
હાર્દિક પટેલ (ભાજપ, વિરમગામ)
અનંતકુમાર પટેલ
(કોંગ્રેસ, વાંસદા, નવસારી)
જિેશ મેવાણી
(કોંગ્રેસ, વડગામ, બનાસકાંઠા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application