૧૦૦૦ લોકો અચાનક બની ગયા કૂતરા !

  • September 30, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક અજીબોગરીબ ઘટનામાં ૧૦૦૦ લોકો કૂતરા બનતા જોવા મળ્યા છે. આ કિસ્સો છે બર્લિનના પોટ્સડેમર પ્લેટ્ઝ રેલવે સ્ટેશનનો, જ્યાં એક અનોખી ઘટનામાં લોકો કૂતરાઓના રૂપમાં એકઠા થયા હતા અને તેમને જોયા બાદ અન્ય લોકો પણ ચોંકી ગયા હતા.

આ મીટઅપ કેમેરામાં પણ કેદ થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં કેટલાક લોકો કૂતરાની જેમ ભસતા એકબીજા સાથે વાત કરી રહ્યા છે. સામાન્ય રીતે રોજબરોજ ચાલતા બર્લિન સ્ટેશનમાં આવી એક વિચિત્ર ઘટનાએ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ.

આ અસાધારણ સભામાં એકઠા થયેલા લોકો ટોકો જેવા જ લાગે છે, ટોકોએ એક જાપાની વ્યક્તિ છે જેણે કૂતરો બનવાનો શોખ પૂરો કરવા માટે $૧૪,૦૦૦ ખર્ચ્યા હતા. આજે વ્યક્તિ કોઈપણ સમસ્યા વિના પોતાના સપનાને આરામથી જીવી રહ્યો છે.

શ્વાન તરીકે પોશાક પહેરીને ભેગા થયેલા લોકોનો એક વીડિયો શેર કરતા, કૅપ્શનમાં વાંચ્યું કે લોકો કેનાઇન બીઇંગ્સ નામના જૂથ દ્વારા આયોજિત મીટિંગ માટે મધ્ય બર્લિનના જ પોટ્સડેમરમાં એકઠા થયા હતા. આ લોકો એવા લોકોના અધિકારો માટે એકઠા થયા છે જેઓ પોતાને કૂતરા તરીકે ઓળખાવે છે. આ ખૂબ ચોંકાવનારી ઘટના હતી, સ્થાનિકો પણ  લોકોના આવા વર્તનથી ચોકી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application