ઈઝરાયેલ દ્રારા ગાઝામાં સતત બોમ્બમારો અને હવાઈ હત્પમલા કરવામાં આવી રહ્યા છે. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તાજેત્તરમાં થયેલ હવાઈ હત્પમલામાં ૧૦૦થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. અહેવાલ અનુસાર, પૂર્વી ગાઝામાં વિસ્થાપિત લોકોના આવાસ વાળી એક શાળાને નિશાન બનાવીને કરવામાં આવેલ ઇઝરાયલી હત્પમલામાં ૧૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને ડઝનો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ દ્રારા સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ હત્પમલો ત્યારે થયો યારે લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. આફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇઝરાયલી હત્પમલાઓએ સવાર)ની નમાઝ અદા કરતા સમયે વિસ્થાપિત લોકોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે જાનહાનિની સંખ્યામાં તીવ્ર વધારો થયો.
ગત સાહે ગાઝામાં ચાર શાળાઓ પર હત્પમલો કરવામાં આવ્યો હતો. ૪ આગસ્ટના રોજ, ગાઝા શહેરમાં વિસ્થાપિત લોકો માટે આશ્રયસ્થાનો તરીકે સેવા આપતી બે શાળાઓ પર ઇઝરાયેલ હત્પમલો થયો હતો. જેમાં ૩૦ લોકો માર્યા ગયા અને અન્ય કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. આ પહેલા ગાઝા શહેરની હમામા સ્કૂલ પર ઈઝરાયેલના હત્પમલામાં ૧૭ લોકો માર્યા ગયા હતા. ૧ ઓગસ્ટના રોજ દલાલ અલ–મુગરાબી સ્કૂલ પર ઈઝરાયેલના હત્પમલામાં ૧૫ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલ દાવો કરે છે કે, કમ્પાઉન્ડની અંદર આતંકવાદીઓ છે જે હમાસ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે કામ કરે છે.
૭ ઓકટોબર, ૨૦૨૩ના રોજ પેલેસ્ટાઈની જૂથ હમાસે ગાઝા પટ્ટીથી દક્ષિણ ઇઝરાયેલના ગાઝા વિસ્તારમાં સશક્ર ઘૂસણખોરી કરીને ઇઝરાયેલ પર આશ્ચર્યજનક હત્પમલો કર્યેા. અને પેલેસ્ટાઈન દ્રારા દાયકાઓમાં સૌથી મોટી અથડામણ તરીકે જોવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા અને ઘણાને કેદી લેવામાં આવ્યા. ઈઝરાયેલે યુદ્ધના ધોરણે આનો જવાબ આપ્યો અને અત્યારે પણ સંઘર્ષ ચાલુ છે. ત્યારથી ઇઝરાયેલ ગાઝામાં શાળાઓ સહિતની ઇમારતો પર સતત હત્પમલા કરી રહ્યું છે. ગાઝામાં ૧૦ મહિના સુધી ચાલેલા યુદ્ધમાં ૪૦,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. યુદ્ધગ્રસ્ત તટીય પેલેસ્ટિનિયન વિસ્તારમાં યુદ્ધવિરામ માટે વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજાયા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech