જીમ-વર્ક આઉટ-ડાયેટ પ્લાન પાછળ હજારો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, ત્યારે માત્ર ૧૧ દિવસમાં સચોટ પરીણામ
પતંજલી જામનગર યુનિટના રમેશભાઈ ચૌહાણ તેમજ જીલ્લા મહિલા પ્રભારીના નેતૃત્વમાં તા. ૧૯/૧૨/૨૪ ના રોજ સવારે ૭:૩૦ કલાકે ૧૧-મીગ કોલોની-ધારાસભ્ય દિવ્યેશભાઈ ઓફીસ પાછળના કંપાઉન્ડમાં મોટાપા નિવારણ શિબીર (૧૯/૧૨ થી ૨૯/૧૨) નો શુભારંભ જામનગરના પાયાના યોગ ગુરૂ જેમણે પતંજલીના વટવૃક્ષના 'બી' રોપ્યા હતા તેવા સોઢાભાઈના હસ્તે દિપ પ્રજવલ્લીત કરી કરવામાં આવ્યો. પ્રાસંગીક ઉદબોદન માં "પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ્” નો અર્થ સમજાવી આહારનું જ્ઞાન આપ્યું અને ત્યારબાદ કસરત તેમજ યોગ-પ્રાણાયામના માધ્યમથી ૧૦૦% પરીણામ મળી શકે તેમ જણાવ્યું છે.
સ્વાગત-પ્રાસ્તાવીક મીનાબેન દાસાણીએ કર્યું હતુ તેમજ સોઢાભાઈનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.. આભારવીધી રમેશભાઈ ચૌહાણે કરી હતી.
પ્રથમ દિવસનાં સત્ર દરમ્યાન રમેશભાઈ તથા મહીલા જીલ્લા પ્રભારી મીનાબેન દાસાણીએ તાલીમ-સંચાલન કર્યું હતું. જયારે હિરેનભાઈ તથા શિતલબેને તાલીમ સહયોગી તરીકે જવાબદારી નીભાવી હતી. ૩૫ થી પણ વધુ સાધકોને શિબીર દરમ્યાન સીનીયર યોગ શિક્ષકોનું માર્ગદર્શન મળતું રહ્યું હતું.
ખાસ કરીને આજના યુગમાં જીમ-વર્ક આઉટ તથા ડાયેટ પ્લાન પાછળ હજારો રૂપીયા ખર્ચ થઇ રહ્યો છે તેવા સમયે રામદેવજી મહારાજની ઇચ્છા-થીયરી-યોગ વિજ્ઞાનના માધ્યમથી પતંજલી યોગ યુનિટ જામનગર સંપુર્ણપણે નિઃશુલ્ક મોટાપો દુર કરવાની શિબીર ચલાવી રહ્યા છે.. તેમા યૌગીક જોગીંગ-કસરત-ખાનપાન સુધારણા તેમજ યોગ પ્રાણાયમના સચોટ કોમ્બીનેશનથી મોટાપા નિવારણ માટે પરીણામલક્ષી કાર્ય થઈ રહ્યું હોય શિબીરમાં જોડાવા મહીલા જીલ્લા પ્રભારી મીનાબેન દાસાણી દ્વારા આહવાન-અપીલ કરવામાં આવેલ છે.. ૧૧ દિવસ ચાલનારી આ શિબીરમાં પતંજલી ટીમના શિક્ષકો-યોગ ગ્રુપ-સ્વયંસેવકો સાતત્ય પૂર્વક શિબીરને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. - તેમ પતંજલી મહીલા જીલ્લા પ્રભારી-શિબીરના સંચાલક મીનાબેન દાસાણીની અખબારી યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ જિલ્લામાં પ્રથમ
December 21, 2024 01:57 PMજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech