ચાબહાર બંદરનું સંચાલન 10 વર્ષ ભારતના હાથમાં આવતા અમેરિકાના પેટમાં તેલ રેડાયું

  • May 14, 2024 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગત જમાદારે પ્રતિબંધો લાદવાની ધમકી આપી


ભારત અને ઈરાને વ્યૂહાત્મક ચાબહાર પોર્ટને લઈને કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતને આ બંદરને 10 વર્ષ સુધી ચલાવવાનો અધિકાર મળ્યો છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતે કોઈ વિદેશી બંદરનું સંચાલન સંભાળ્યું છે, પરંતુ આનાથી અમેરિકા ચોંકી ગયું છે.ઈરાનના ચાબહાર બંદરને ઓપરેટ કરવા માટે ભારતે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કરતાં અમેરિકા ચોંકી ગયું છે. કરારના થોડા કલાકો બાદ જ અમેરિકાએ ઈરાન સાથેના સોદા માટે ભારતને પ્રતિબંધોની ધમકી આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે ઈરાન સાથે વ્યવહાર કરનાર કોઈપણ પ્રતિબંધોથી સાવચેત રહેવું જોઈએ. ભારત અને ઈરાને વ્યૂહાત્મક ચાબહાર પોર્ટને લઈને કરાર પર હસ્તાક્ષર કર્યા, જેના પછી તેમને 10 વર્ષ માટે આ બંદર ચલાવવાનો અધિકાર મળ્યો છે. આ કરાર આપોઆપ 10 વર્ષ પછી લંબાશે.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે ભારત-ઈરાન ડીલ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 'જે કોઈ પણ ઈરાન સાથે વેપાર સોદો કરી રહ્યું છે તેણે તે સંભવિત પ્રતિબંધોના જોખમોથી વાકેફ હોવું જોઈએ, જેની તેઓ નજીક જઈ રહ્યા છે .ભારતીય શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને તેમના ઈરાની સમકક્ષની હાજરીમાં ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ અને મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન દ્વારા લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


ચાબહાર બંદર શા માટે ખાસ છે?

ભારત ઓમાનની ખાડી પાસે ઈરાનના દક્ષિણ કિનારે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત ચાબહાર બંદરનો વિકાસ કરી રહ્યું છે. પ્રાદેશિક વેપારને વેગ આપવા માટે ભારત ચાબહાર પોર્ટ માટે દબાણ કરી રહ્યું છે. તેના દ્વારા ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં પ્રવેશ મળશે અને તે પાકિસ્તાનને બાયપાસ કરી શકશે. આ પહેલા ભારતને અફઘાનિસ્તાન પહોંચવા માટે પાકિસ્તાનની જરૂર હતી.આ સાથે આ વ્યૂહાત્મક બંદરને પાકિસ્તાનમાં ચીનની મદદથી વિકસાવવામાં આવી રહેલા ગ્વાદર પોર્ટના વિકલ્પ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. ચાબહાર પોર્ટ અને ગ્વાદર વચ્ચે દરિયાઈ માર્ગે માત્ર 100 કિલોમીટરનું અંતર છે. તેને આગળ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર  સાથે જોડવાની યોજના છે. આ 7200 કિલોમીટર લાંબો કોરિડોર ભારતને ઈરાન અને અઝરબૈજાન થઈને રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સાથે જોડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application