ભાણવડ તાબેના રૂપામોરા વિસ્તારમાં ગતસાંજે એક સગર પરિવારની આશરે 10 વર્ષની બાળાને કૂતરાઓએ ફાડીખાધાનો કરુણ બનાવ સામે આવ્યો છે.
આ અરેરાટીજનક બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના રૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતર નામના એક સગર આસામીની આશરે 10 વર્ષની પુત્રી પુરીબેન ગઈકાલે આશરે ચારેક વાગ્યાના સમયે તેમના ઘર નજીકના વિસ્તારમાં રમતી હતી. ત્યારે એકાએક ચાર-પાંચ જેટલા રખડું કુતરાઓ તેણી પર ત્રાટક્યા હતા. આ ખૂંખાર કૂતરાઓએ બાળકી પર ઘાતક હુમલો કરતા તેણીને લોહી લુહાણ હાલતમાં ભાણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી.
આ બનાવથી નાના એવા રૂપામોરા વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ કરુણ ઘટનાથી મૃતક બાળાના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMજન્માષ્ટમી સુધીમાં રાજકોટમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ થશે કાર્યરત
April 12, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech