મંદિરો પર ૧૦% ટેકસ

  • February 22, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કર્ણાટકમાં ૧ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા મંદિરો પાસેથી ૧૦ ટકા ટેકસ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યારે જે મંદિરોની આવક . ૧૦ લાખથી . ૧ કરોડની વચ્ચે છે તેમણે પાંચ ટકા ટેકસ ચૂકવવો પડશે. આ અંગે રાય વિધાનસભામાં રજૂ કરાયેલ 'કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટસ બિલ ૨૦૨૪' બિલ પણ પસાર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધારમૈયા સરકારના નિર્ણય સામે હોબાળો મચાવ્યો છે. કર્ણાટક સરકારને 'હિંદુ વિરોધી' ગણાવી છે. પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસ મંદિરોમાંથી ટેકસ વસૂલ કરીને પોતાની ખાલી તિજોરી ભરવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીજેપી પ્રદેશ અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું, 'કોંગ્રેસ સરકાર સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે. હવે તેણે હિંદુ મંદિરોની આવક પર તેની નજર રાખી છે અને ખાલી તિજોરી ભરવા માટે કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટસ બિલ ૨૦૨૪ પસાર કયુ છે. તેમણે કહ્યું, 'આ અંતર્ગત સરકાર ૧ કરોડ પિયાથી વધુની આવક ધરાવતા મંદિરો પાસેથી ૧૦ ટકા ટેકસ વસૂલશે. આ ગરીબી સિવાય બીજું કઈં નથી. ભકતો દ્રારા ભગવાનને ચઢાવવામાં આવતો પ્રસાદ મંદિરના જીર્ણેાદ્ધાર અને ભકતોની સુવિધા માટે ફાળવવો જોઈએ. તેમણે આશ્ચર્ય વ્યકત કયુ કે શા માટે માત્ર હિન્દુ મંદિરોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યેા છે. રાય સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ ભાજપ પર ધર્મને રાજકારણમાં લાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હિન્દુત્વની સાચી સમર્થક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application