અમરેલી, વેરાવળ–સોમનાથ, ભુજ સહિત વધુ ૧૦ મહાપાલિકા બનશે

  • January 03, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે રાજયમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. લગભગ ૧૪ વર્ષ બાદ આ નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી રહી છે. જો કે હવે આગામી સમયમાં સરકાર દ્રારા વધુ ૧૦ નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં પાંતર કરવાની તૈયારીઓ કરી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે.
નવ નવી મહાનગરપાલિકાઓ માટે વહીવટી માળખું રચવાની પ્રક્રિયા શ થઇ ગઈ છે અને તે આગામી છ મહિનાના સમયગાળામાં અમલી થઇ જાય તેવી સરકારની નેમ છે. આ સાથે જ રાયના શહેરીકરણને વેગવંતુ બનાવવા માટે દસ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પર્વર્તિત કરવાનું આયોજન સરકાર કરી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
રાજય સરકાર દ્રારા છેલ્લે વર્ષ ૨૦૧૦માં ગાંધીનગર મનપાની રચના કર્યા બાદ ૧૪ વર્ષ પછી નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી છે. નવી મનપાની રચનાની વચ્ચે રાજયમાં હવે બીજા તબકકામાં વેરાવળ, સોમનાથ, ભુજ, અમરેલી સહિત વધુ ૧૦ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પાંતર કરવા માટે પણ તૈયારી કરી રહી હોવાની શકયતા છે. આથી વર્ષ ૨૦૨૫ના અંતે રાજયમાં કુલ ૨૭ મહાનગરપાલિકાઓ હશે તેવા સંકેત મળી રહ્યા છે.
સૂત્રોના જણાયા અનુસાર ૧૦થી વધુ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પેારેશનમાં પાંતર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. આ સાથે જ ૨૦થી વધુ ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં પરિવર્તન કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. હવે રાજય સરકાર સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં મોટી નગરપાલિકાઓમાં વેરાવળ, સોમનાથ, ભુજ, અમરેલી ઉપરાંત રાજયની અન્ય મોટી નગરપાલિકા જેમાં ભચ, પાટણ, ગોધરા, વલસાડ, પાલનપુર અને હિંમતનગરનો સમાવેશ થાય છે તેને આગામી દિવસોમાં મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવી શકે છે. જો આવું થશે તો રાયમાં કુલ મહાનગરપાલિકાની સંખ્યા ૨૭ થઇ જશે.
આ ઉપરાંત ૨૯ ગ્રામપંચાયતોને પણ અપગ્રેડ કરીને તેને નગરપાલિકા બનાવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application