જેતપુરના કુખ્યાત બુટલેગર અનીલ ઉર્ફે ડબલીના મકાનમાં રાજકોટ એલસીબીની ટીમે દરોડો પાડી અહીં ભોયતળિયામાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી રૂપિયા 10.60 લાખની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન બુટલેગર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર અને દિવ્યેશભાઈ સુવાને મળેલી સચોટ બાતમીના આધારે જેતપુરના ડોબરીયા વાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયાના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીં મકાનમાં તપાસ કરતા ભોયતળિયામાં ખાસ મોટું ચોરખાનું બનાવ્યું હોય જેમાંથી પોલીસે નાની મોટી દારૂની 6754 બોટલ અને 408 બિયરના ટીન સહિત 10.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ઉપરાંત અલગ અલગ કંપ્નીના સ્ટીકરો અને સ્ટીકર વગરની બે બોટલ સહિત કુલ રૂપિયા 10,60,150 નો મુદ્દામાંલ પોલીસે કબજે કર્યો હતો. દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હોય પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી કુખ્યાત બુટલેગર અનીલ ઉર્ફે ડબલી સામે વધુ એક ગુનો નોંધી તેને ઝડપી લેવા શોખખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech