જે રીતે પીઓકેમાં શાંતિ પાછી આવી છે એ જોઈને લોકો તરફથી જ માંગ ઉઠશે કે તેઓ ભારતમાં ભળી જાય : રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગઇકાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં. જો કે, તેમણે કહ્યું કે ભારતે બળનો ઉપયોગ કરીને તેના પર કબજો કરવો પડશે નહીં કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં જે રીતે જમીની સ્થિતિ બદલાઈ છે, જે રીતે આ પ્રદેશ આર્થિક પ્રગતિનો સાક્ષી બન્યો છે અને જે રીતે ત્યાં શાંતિ પાછી આવી છે, મને લાગે છે કે પીઓકેના લોકો તરફથી એવી માંગ ઉઠશે કે તેઓ ભારતમાં ભળી જાય.
રાજનાથ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. જોકે, તેણે આ માટે કોઈ ચોક્કસ તારીખ નથી આપી. તેમણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં એએફએસપીએની જરૂર રહેશે નહીં. તેમણે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવા પણ કહ્યું હતું. તેમની ટિપ્પણીનો જવાબ આપતા ફારૂક અબ્દુલ્લાએ રાજનાથ સિંહને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવાનો પડકાર ફેંક્યો હતો.
તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, “જો રક્ષા મંત્રી કહેતા હોય તો આગળ વધો, અમે કોણ છીએ રોકવાવાળા, પણ યાદ રાખજો કે, પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી અને તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે અને કમનસીબે, તે પરમાણુ બોમ્બ આપણા પર પડશે.” ફારુક અબ્દુલ્લાએ આગાહી કરી હતી કે અમરનાથ યાત્રા બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.
દેશના લોકો પીઓકેને ભૂલ્યા નથી : વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરે ગઇકાલે ઓડિશાની મુલાકાત દરમિયાન પીઑકેને ભારતનો એક ભાગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકો પીઑકેને ભૂલી ગયા હતા. પરંતુ, લોકો હવે તેને ફરીથી દેશનો ભાગ બનાવવા માંગે છે. ઓડિશાના કટકમાં જયશંકરને પૂછવામાં આવ્યું કે તેઓ ભારતની પીઑકે યોજના વિશે શું વિચારે છે? આના પર તેણે જવાબ આપ્યો કે પીઑકે ક્યારેય દેશની બહાર નથી થયું, તે ભારતનો જ એક ભાગ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે તમે જાણો છો કે કેવી રીતે પીઑકે બહારના લોકો (પાકિસ્તાન) દ્વારા નિયંત્રિત હતું. તમે જાણો છો કે જ્યારે ઘરની જવાબદારી સંભાળવા માટે કોઈ યોગ્ય વાલી ન હોય તો બહારના લોકો કેવી રીતે ચોરી કરે છે. આમ જ થયું અને વાલીએ બહારના વ્યક્તિને ઘરમાં પ્રવેશવા દીધો. આઝાદીના શરૂઆતના વર્ષોમાં આ વિસ્તારો પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. ભવિષ્યમાં શું થશે? તે કહેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ, હું તમને કહેવા માંગુ છું કે દેશના લોકો પીઓકેને ભૂલ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech