એનએમએસીસી-ધ ગ્રાન્ડ થિએટરમાં તા. 15 ઓગસ્ટથી તા. 1 સપ્ટેમ્બર સુધી મંચન
ભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિતાને જીવંત કરતી 120 મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી) ના ગ્રાન્ડ થિએટર ખાતે 15મી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી દરરોજે કરવામાં આવશે.
આ અભૂતપૂર્વ સંગીત નાટિકામાં દર્શાવાયેલી કૃષ્ણની ભવ્યતા અને સંમોહનની અનુભૂતિ માટે પ્રેક્ષકોને આમંત્રિત કરતા ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’નું સર્જન એ મારા માટે ગાઢ લાગણી અને શ્રદ્ધા પૂર્ણ રહ્યું છે. શ્રી કૃષ્ણનું જીવન પ્રેરણાનું અનંત સ્ત્રોત છે, અને આ સંગીત નાટિકા દ્વારા અમારો ઉદ્દેશ તેમણે મૂર્તિમંત કરેલી સુંદરતા, દૂરંદેશીપણા અને પ્રેમની વહેંચણી કરવાનો છે. શ્રી કૃષ્ણની ભગવાન શ્રીનાથજી અને દ્વારકાધીશ તરીકેની આ અનંત કથાઓ અને લીલાઓને પ્રસ્તુત કરતા હું રોમાંચ અનુભવી રહ્યો છું. આ પ્રસ્તુતિ અગાઉ કદી ન જોઈ હોય તેવી ભવ્યતાથી થઈ રહી છે, જેનાથી પ્રેક્ષકોને પણ શ્રી કૃષ્ણની દિવ્ય અને પ્રેરણાદાયી વીરગાથાનો અવિસ્મરણીયનો અહેસાસ થશે.”
આ નાટિકાના મંત્રમુગ્ધ કરી દેનારા કથાવાચન, અદ્ભુત દૃષ્યો અને આત્માના તાર ઝણઝણાવી દેતા સંગીત થકી, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર – ભૂમિ નથવાણી સંમોહક અનુભૂતિની ગેરન્ટી આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ અદ્ભુત પ્રોડક્શનને જીવંત કરવામાં અથાગ યોગદાન આપવા બદલ અમે તમામ કલાકારો અને ક્રુ મેમ્બર્સ પ્રત્યે ઊંડો આભાર પ્રગટ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે શ્રી કૃષ્ણની દિવ્ય ગાથાને 180થી વધારે કલાકારો મંચ પર નૃત્ય અને ગીત-સંગીતની જીવંત પ્રસ્તુતિ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.”
ખ્યાતનામ ભારતીય ગીતકાર અને પટકથા-લેખક, પદ્મશ્રી વિજેતા પ્રસૂન જોશી દ્વારા લિખિત, આ સંગીત નાટિકા પ્રેક્ષકોને ભગવાન શ્રી કૃષ્ણની ઓછી-જાણીતી વાર્તાઓની પ્રસ્તતિ છે. તેમાં વ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીના તેમના જીવનમાં આવેલા પરિવર્તનોનું અતિસુંદર નિરૂપણ કરાયું છે.
સંગીત નાટિકાઓમાં નિપૂણતા ધરાવનારા અનુભવી થિએટર ડાયરેક્ટર, શ્રુતિ શર્માના નિર્દેશન હેઠળના આ નિર્માણમાં 180 કરતા વધુ કલાકારોનું કૌવત જોવા મળ્યું છે, જે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપોને સંમિલનને તાદૃશ રીતે પ્રસ્તુત કરે છે, કારણ કે શ્રીનાથજી અને દ્વારકાધીશ સ્વરૂપોને કોઈ સંગીત નાટિકામાં પ્રથમવાર એકસાથે દર્શાવવામાં આવ્યા છે. ગોકુલમાં પ્રેમાળ ગામવાસી તરીકે એક જાદુઈ ગોપાલકરૂપી કૃષ્ણની બાળલીલાઓથી માંડીને શ્રીમદ ભગવદ્ ગીતાનો અવિનાશી ઉપદેશ આપતા સારથી તરીકે તેમની ફિલસૂફની ભૂમિકા દર્શાવતી આ સંગીત નાટિકામાં કૃષ્ણના અનેકવિધ વ્યક્તિત્ત્વની વિશેષતાને મંત્રમુગ્ધ સ્વરૂપે દર્શાવાઈ છે.
પ્રસિધ્ધ સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા સંગીતબદ્ધ કરાયેલા 20 ઓરિજિનલ ગીતો થકી આત્માના તાર ઝણઝણાવી દેનારો સાઉન્ડટ્રેક એ તેની મંત્રમુગ્ધતાનો પૂરાવો છે. આ સંગીતમાં પાશ્ચાત્ય સિમ્ફનિક તત્ત્વો, ખાસકરીને બુડાપેસ્ટમાં રેકોર્ડ કરાયેલા સંગીતની સાથે ભારતીય શાસ્ત્રીય સંગીત ઉપરાંત હવેલી સંગીત, રાજસ્થાની અને ગુજરાતી લોકસંગીત, તથા ભારતીય અર્ધ-શાસ્ત્રીય શૈલીનું સંમિશ્રણ કરાયું છે.
એવોર્ડ-વિજેતા બોલિવૂડ પ્રોડક્શન ડિઝાઈનર ઓમંગ કુમારે દર્શકોને પૂરાતન ભારતની લટાર મરાવતા દૃશ્યોને અદભુત રીતે કંડાર્યા છે. આ શોનું રચનાત્મક નિર્માણ જાણીતા વ્યાવસાયિકો પાર્થિવ ગોહિલ અને વિરલ રાચ્છે રાષ્ટ્રીય પુરસ્કાર-વિજેતા લેખક રામ મોરીની સાથે કર્યું છે જેમાં ઊંડાણપૂર્વકના કથા સંશોધનની પ્રસ્તુતિ કરાઈ છે.
કોરિયોગ્રાફર્સ બર્ટવિન ડી’સોઝા અને શમ્પા ગોપીક્રિશ્નાની અતિસુંદર નૃત્ય શ્રેણીઓ કે જેને 60થી વધુ નૃત્યકારોએ પ્રસ્તુત કરી છે, તે કૃષ્ણની રંગોના વૈવિધ્યથી ભરપૂર દુનિયામાં ઓર ગરકાવ કરી દેશે. શમ્પા ગોપીક્રિશ્ના તેમના દિવંગત પિતા અને મહાન કથક નૃત્યકાર તથા કોરિયોગ્રાફક નટરાજ શ્રી ગોપીક્રિશ્નાના વારસાને આગળ ધપાવી રહ્યા છે.
ખ્યાતનામ કોસ્ચ્યુમ ડિઝાઈનર નીતા લુલ્લા, કે જેઓ અસંખ્ય આઈકોનિક ભારતીય ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતા છે, તેમણે બારીકાઈથી ડિઝાઈન કરાયેલા 1800થી વધુ કોસ્ચ્યુમ સાથે પુરાણોના પાત્રોને જીવંત બનાવી દીધા છે, જે દરેક પાત્રની દિવ્ય ચંચળતા, સાહસ, અને આધ્યાત્મિક ઊંડાઈ પર ભાર મૂકે છે.
એનએમએસીસી – ધ ગ્રાન્ડ થિએટર ખાતે "રાજાધિરાજ: લવ લાઈફ લીલા" – શ્રી કૃષ્ણની દિવ્યગાથાની પ્રસ્તુતિ અલૌકિક દુનિયાની અવિસ્મરણીય અનુભૂતિ કરાવશે. ટિકિટ્સ હવે nmacc.com અને bookmyshow.com પર ઉપલબ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech